કપિલ પટેલ દ્વારા અરવલ્લી
રાજ્યમાં બાલિકા માટે ગર્વને સન્માનું વાતાવરણ ઉભું કરવા રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે ૨૪ જાન્યુઆરીના રોજ “બેટી બચાવો બેટી પઢાવો” અતર્ગત “રાષ્ટ્રીય બાલિકા દિવસ” ની ઉજવણી રાજ્ય કક્ષા માન.મંત્રીશ્રી મનીષાબેન વકીલ દ્વારા દીકરીઓ સાથે વચ્ચુઅલ પરિ સવાંદ અને પ્રતિજ્ઞા વાંચન કરી ઉજવણી કરવામાં આવી.
બેટી બચાવો બેટી પઢાવો અંર્તગત રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી રાજ્ય કક્ષા માન.મંત્રીશ્રી મનિષાબેન વકીલ દ્વારા દિકરીઓ સાથે વચ્ચુઅલ પરિસંવાદ અને પ્રતિજ્ઞા વાંચન કરી ઉજવણી કરવામાં આવી. અત્રેના જિલ્લામાં વિવિધ ક્ષેત્રે સિધ્ધી મેળેવેલ ૧૦ બાલિકાઓ હાજર રહીને વચ્ચુઅલ પરિસંવાદ ભાગ લિધેલ.સદર કાર્યક્રમમાં શ્રી દહેજ પ્રતિબંધક અધિકારીશ્રી,ફિલ્ડ ઓફિસર,MSK સ્ટાફ,સખી વન સ્ટોપ સેન્ટર,મોડાસા.અરવલ્લી અન્ય કચેરી સ્ટાફ ગણ તેમજ અરવલ્લી જિલ્લામાંથી ઉપસ્થિત રહેલ કુલ ૧૦ દિકરીઓ જેમને આ કાર્યક્રમને સફળ બનાવેલ તેમજ દિકરીઓએ મેળવેલ વિવિષ્ટ સિદ્ધિઓ,પ્રમાણપત્ર તથા દીકરીઓએ તેમના ધ્વારા કરવામાં આવેલ સાહસિક પ્રવુતિઓથી મેળવેલ સિધ્ધિઓથી સર્વને માહીતી ધ્વાર કર્યા હતા.આ કાર્યક્રમાં કુલ ૧૦ દીકરી ઉપસ્થીત રહેલ જેમાં PATEL TWISHA JAYESHKUMAR જેમને ALL INDIA SECOND RANK IN ISO 1 & ALL INDIA FIRST RANK IN ISO 2 PRELIMS તથા તુલસીનો ક્યારો કહેવતને સાર્થક ઠેરવી બતાવી ગઢા ગામની તન્વી પટેલ દીકરી બની દીકરાની જવાબદારી નિભાવે છે.મોડાસાના ગઢા ગામની તન્વી પટેલ દિકરી એટલે સાપનો ભારો કહેવતને ખોટી પાડી દીકરી એટલે તુલસીનો ક્યારો એ કહેવતને સાચી સાબિત કરી છે. તન્વી પટેલ હાલ બી.એસ.સી અભ્યાસ પૂર્ણ કર્યા છે. ત્યારે તન્વીએ બાળપણથી મમ્મી,પપ્પા બહેનને ભાઈ ન હોવાનો અહેસાસ આવવા નથી દીધો અને એક દિકરાની જેમ ખેતી સહિતની સપૂર્ણ જવાબદારી ઉપાડી લીધી હતી. આ ઉપરાંત બળદગાળાથી લઇ ટ્રેકટર,કાર,બાઈક જેવા વાહનો પણ બિન્દાસ ફેરવે છે.અને ટ્રેકટર સાથે ખેતીકામમાં ખેડવાનું વાવેતર કરવા જેવા કામો કલાકો સુધી જાતે કરી ૨૦ વીધા જમીનમાં ખેતીવાડીનું કામ પણ સુપેરે કરે છે.તેમજ ઉપસ્થીત રહેલ અન્ય દીકરીઓ જેમને પોતાના જીવનની કારકિદીમાં અનેક પ્રમાણપત્ર તથા ગોલ્ડ મેડલ મેળવેલ છે.તથા દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારી ધ્વારા ઉપસ્થીત રહેલ દીકરીઓને પ્રોસ્તાહિત કરી પ્રેરણા પૂરી પાડી હતી.