કપિલ પટેલ દ્વારા અરવલ્લી
માનનીય પ્રભારી મંત્રીશ્રી ડૉ કુબેર ભાઈ ડિંડોરના ના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં વર્ષ 2022-23 વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ હેઠળ અરવલ્લી જિલ્લા ના છ તાલુકા નું આયોજન સર્વાનુમતે મંજૂર થવાના કારણે જિલ્લામાં 616 કામો માટે ₹897લાખની ગ્રાન્ટ નો ખર્ચ કરવામાં આવશે.
રાજ્યની પ્રજાને સુખસુવિધાયુક્ત જીવન મળે અને પાયાની માળખાગત સુવિધાઓ થી કોઈ વંચિત ના રહે અને પ્રજાના કલ્યાણ અને સુખાકારી માં વધારો થાય તે માટે રાજ્ય સરકારશ્રીના સચિવશ્રી સામાન્ય વહીવટ વિભાગ આયોજન પ્રભાગ શ્રી રાકેશ શંકર સાહેબના આદેશના પગલે વિકાસલક્ષી કામો નું આગોતરું આયોજન મંજૂર થતા આ યોજનાઓનું અમલીકણ સમયસર થવાના સંજોગો મા જિલ્લામાં વિનિયમન કામગીરી પણ ખુબજ સારી રીતે થઈ શકશે જેથી ગુણવત્તાસભર કામો પણ થશે.
આ અંગે વધુ માહિતી આપતા સભ્ય સચિવશ્રી જિલ્લા આયોજન મંડળ શ્રી સુરેન્દ્રસિંહ ડાભી એ જણાવ્યું હતું કે આ બેઠકમાં પાણી પુરવઠાના 124 કામો માટે 112 લાખ , સી સી રસ્તાના 88 કામો માટે 132.65 લાખ ડીપ અને ગરનાળા ના 91 કામો માટે 177.15 લાખ , ગટર લાઈન ના 41 કામો માટે 69.85 લાખ , પુર સંરક્ષણ દીવાલના 67 કામો માટે 113.26 લાખ , તેમજ સ્ટ્રીટ લાઈટના 85 કામો માટે 101.79 લાખ તેમજ અન્ય 37કામો માટે 66.94 લાખની ગ્રાન્ટ ફાળવણી મંજૂર કરવામાં આવેલ છે ઉપરાંત નગરપાલિકા બાયડ અને મોડાસા માટે 50 લાખ અને સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ માટે 30 લાખના કામોને સર્વાનુમતે મંજુરી આપવામાં આવી રાજ્યની પ્રજાને સુવિધાયુક્ત જીવન મળે અને પાયાની માળખાગત સુવિધાઓ થી કોઈ વંચિત ના રહે અને પ્રજાની સુખાકારી માં વધારો થાય તે માટે ચિંતા કરી કરોડો રૂપિયાની ગ્રાન્ટ વિકાસલક્ષી કામો માટે રાજ્ય ના તમામ જિલ્લાઓને રાજ્ય સરકારશ્રી દ્વારા ફાળવણી કરવામાં આવી છે
સાબરકાંઠા અને અરવલ્લી એમ બે જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી તરીકે માનનીયશ્રી ડૉ.કુબેરભાઈ ડિંડોર જિલ્લાની પ્રજાના કલ્યાણ અર્થે અને જિલ્લાના સર્વાંગીણ વિકાસ માટે સતત કાર્યરત રહી પ્રભારી મંત્રી તરીકે ઉતમ કામગીરી કરી રહ્યા છે તે જિલ્લા ની જનતા માટે ગૌરવરૂપ છે
ટુંક સમયમાં મા જ સંબંધિત વિભાગ ના અમલીકરણ અધિકારીઓ પાસેથી આ તમામ કામો ના નકશા અંદાજો સહિત તાંત્રિક મંજુરી મેળવી વહીવટી મંજુરી ની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે એમ જિલ્લા આયોજન અધિકારી સુરેન્દ્રસિંહ ડાભી એ જણાવ્યું હતું આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી લાલસિંહજી ચૌહાણ જિલ્લા કલેકરશ્રી ડૉ નરેન્દ્રકુમાર મીના,જિલ્લા વિકાસ અધિકારીશ્રી શ્વેતા ટીઓતીયા , નિરીક્ષકશ્રી નાયબ સચિવશ્રી આયોજન પ્રભાગ શ્રી માયાબેન ડાભી , મોડાસા ધારાસભ્યશ્રી રાજેન્દ્રસિંહ ઠાકોર , બાયડ ધારાસભ્યશ્રી જશુભાઇ પટેલ તમામ તાલુકા પંચાયત પ્રમુખશ્રી, તમામ તાલુકા વિકાસ અધિકારીશ્રી,સહિત જિલ્લાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા