➡પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબ,ભાવનગર રેન્જ, ભાવનગર તથા જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠૌડ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી વી.વી.ઓડેદરા,પો.સબ.ઇન્સ. શ્રી એન.જી. જાડેજા,શ્રી પી.આર.સરવૈયા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને નાસતાં-ફરતાં આરોપીઓને પકડી પાડવા માટે સખત સુચના આપવામાં આવેલ.
➡ગઇકાલ તા.૦૭/૦૨/૨૦૨૨નાં રોજ એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કવોડનાં માણસો ભાવનગર શહેર વિસ્તારમાં નાસતાં-ફરતાં આરોપીઓની તપાસ સબબ પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન પો.હેડ કોન્સ. રાજપાલસિંહ સરવૈયા તથા પો.કોન્સ. ઇમ્તીયાઝખાન પઠાણને બાતમીરાહે હકિકત મળેલ કે,અલંગ પો.સ્ટે. પ્રોહી.ગુ.ર.નં.૦૪૨૫/૨૦૨૧ પ્રોહિ. એકટ કલમઃ-૬૫ એ,ઇ,૧૧૬ બી,૮૧ વિગેરે મુજબનાં ગુન્હાનાં કામે નાસતાં-ફરતાં આરોપી કિશોર ચેનારામ કડવાસણ રહે.હાથીથલા તા.જી.બાડમેર રાજય-રાજસ્થાનવાળા નારી ચોકડી પાસે હાજર છે.જે બાતમી આધારે બાતમીવાળી જગ્યા એ આવતાં આરોપી કિશોર ચેનારામ કડવાસણ ઉ.વ.૨૩ ધંધો-ટ્રાન્સપોર્ટ રહે.હાથી થલા તા.જી.બાડમેર રાજય-રાજસ્થાનવાળા હાજર મળી આવેલ.તેને હસ્તગત કરી આગળની કાર્યવાહી કરવામાં આવેલ.
➡આમ, ભાવનગર,એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કવોડને ઇંગ્લીશ દારૂનાં ગુન્હામાં નાસતાં-ફરતાં આરોપીને ઝડપી લેવામાં સફળતા મળેલ છે.
➡આ સમગ્ર કામગીરીમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ.શ્રી વી.વી.ઓડેદરા સાહેબ તથા એન.જી.જાડેજાસાહેબ,પી.આર. સરવૈયાસાહેબની સુચના અને માર્ગદર્શન અનુસાર હેડ કોન્સ.રાજપાલસિંહ સરવૈયા, ઇમ્તીયાઝખાન પઠાણ,જયદિપસિંહ ગોહિલ, ધર્મેન્દ્દસિંહ ગોહિલ એ રીતેના સ્ટાફના માણસો જોડાયા હતાં.