જામનગર: આજથી રાજ્યમાં ધોરણ 6 થી 8ના વર્ગો શરૂ થયા છે ત્યારે SOP ના પાલન સાથે સ્કૂલો ધમીધમી ઉઠશે ત્યારે આજે બાળકો વહેલી સવારે સ્કૂલે આવી પ્રવેશ મેળવ્યો હતો ત્યારે પ્રવેશ પહેલા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આજે સ્કૂલનો પ્રથમ દિવસ હોઈ બાળકો પણ શિક્ષણ કાજે ઉત્સાહી જોવા મળ્યા હતા.
જામનગરના નવાગામ ખાતે આવેલ જય સિદ્ધનાથ પ્રાઇમરી સ્કૂલમાં 152 દિવસ બાદ ધો 6 થી 8ના વર્ગો શરૂ થતાં વિદ્યાર્થીઓ ઉત્સાહભેર સ્કૂલે પહોંચ્યા હતા જ્યાં તેમનું પુષ્પવર્ષા કરી સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ SOP નું પાલન કરતા તેમના ટેમ્પરેચર પણ નોંધવામાં આવ્યા હતા તેમજ કોરોના ગાઈડ લાઈનનું ખાસ પાલન કરાવતા જોવા મળ્યા હતા. આજથી ધો 6 થી 8 ના વર્ગ ઓફલાઇન શુરું થઈ રહ્યા છે ત્યારે રાજ્યની 36500 સ્કૂલોમાં શિક્ષણ કાર્ય શરૂ થયું છે. સરકાર દ્વારા જાહેર કરાયેલ SOP નું ખાસ પાલન કરવાનું રહેશે.