શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલું છે. અંબાજી ખાતે માં અંબાના મંદિર સિવાય વિવિધ ભગવાનના મંદીર આવેલા છે. મંગળવારે ખોડિયાર જયંતિ હોઇ અંબાજી ખાતે સાત નંબર ગેટ પાસે અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ હસ્તકનું ખોડિયાર માતાજીનું પ્રાચીન મંદીર આવેલું છે. કોવિડ ગાઈડ લાઈન મુજબ આ વખતે વિવિધ કાર્યક્રમો રદ કરવામાં આવ્યા હતા અને સાદગી થી ઊજવણી કરવામાં આવી હતી.
અંબાજી મંદિર ટ્રસ્ટ હસ્તકના ખોડિયાર માતાજીના મંદિરે મંગળવારે સવારે નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યુ હતું. ખોડિયાર યુવક મિત્ર મંડળ દ્વારા છેલ્લા 11 વર્ષથી વિવિધ કાર્યક્રમો નુ આયોજન કરવામાં આવે છે પણ આ વખતે કોરોના ગાઈડ લાઈન મુજબ સાદગી થી ઊજવણી કરવામાં આવી હતી. અહિ વિવિધ બ્રાહ્મણો દ્વારા નવચંડી યજ્ઞ શરૂ કરવામાં આવ્યો હતો. જયેશ મહારાજ દ્વારા અહિ રોજ પૂજા અર્ચના કરવામા આવે છે.સાંજે કેક કાપીને ઊજવણી કરવામાં આવશે અને આજે સવારે સુખડીનો પ્રસાદ પણ ધરાવવામાં આવ્યો હતો
.અંબાજી પ્રહલાદ પૂજારી