શક્તિ ભક્તિ અને આસ્થાનું ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર આવેલું છે.કોરોનાની ત્રીજી લહેર ઓછી થતા અંબાજી ખાતે માઇ ભકતો મોટી સંખ્યામાં દર્શન કરવા આવી રહ્યા છે ત્યારે સોમવારે સાંજે ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ, અન્ન અને નાગરિક પુરવઠો અને ગ્રાહકોની સુરક્ષા વિભાગના મંત્રી નરેશ પટેલએ અંબાજી મંદિર ના દર્શન કર્યા હતા.
સોમવારે સાંજે અંબાજી મંદિર ખાતે ગાંધીનગરથી આવેલા ગુજરાત સરકારના કેબિનેટ કક્ષાના મંત્રી નરેશભાઈ પટેલ આવ્યા હતા. અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેમને ગર્ભગૃહમાં જઈને માતાજીના દર્શન કર્યા હતા. અંબાજી મંદિરના પુજારી દ્વારા તેમને ચુંદડી ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું. ત્યારબાદ તેમને માતાજીની ગાદી પર જઈને ભટ્ટજી મહારાજના આશીર્વાદ લીધા હતા. મહારાજ દ્વારા તેમને રક્ષા કવચ બાંધવામાં આવ્યું હતું અને માતાજીનો પ્રસાદ આપવામાં આવ્યો હતો. અંબાજી મંદિરમાં તેમને અંબિકેશ્વર મહાદેવ, ભૈરવજી, બહુચર માતાજી અને ગણપતી મંદિરનાં દર્શન કર્યા હતા ત્યારબાદ કુંભારીયા ખાતે શાળાની મુલાકાત લીધી હતી. દાંતા મામલતદાર, અંબાજી મંદિરના ટેમ્પલ ઇસ્પેક્ટર અને એલ કે બારડ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા
રિપોર્ટ બાય પ્રહલાદ પૂજારી અંબાજી