“એક દાદાનું સ્નેહસભર સિંચન” શિક્ષકો બાળકોના જીવન વિકાસ માટે ખૂબ પ્રયત્નો કરતા જ હોય છે પણ આ પ્રયત્નોની મર્યાદા એ છે સામુહિક પ્રયત્ન હોય છે કોઈ ઘર શિક્ષકની જવાબદારી સંભાળી લે તો સમાજને એક સર્જનશીલ બાળકની ભેટ પ્રાપ્ત થાય છે સંયુક્ત કુટુંબ અને પ્રેમાળ દાદા અમૃતલાલ સચાણિયાનું સાંનિધ્ય અને માર્ગદર્શન લીમડા ગામની નવજીવન પ્રાથમિક શાળામાં ધોરણ સાતમાં અભ્યાસ કરતી દિકરી સચાણિયા નિરાલીને પ્રાપ્ત થયું અને આ દિકરીએ એક ઉત્તમ વાર્તાનું સર્જન કર્યું….
જાણીતા શિક્ષણવિદ્ દર્શાબેન કિકાણી અને તેમની સહયોગી સંસ્થા હ્યુમન એન્ડ નેચરલ ડેવલપમેન્ટ ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા માતૃભાષા સજ્જતા અને બાળકોના મૌલિક વિચારોને વાચા આપવા સમગ્ર ગુજરાતમાં દર વર્ષે વાર્તા લેખન સ્પર્ધાનું આયોજન કરવામાં આવૅ છે જેમાં બહોળા પ્રમાણમાં વિદ્યાર્થીઓ ભાગ લેતા હોય છે આ વર્ષે શેષ્ઠી વાર્તાલેખન સ્પર્ધામાં સમગ્ર ગુજરાતમાંથી સાતસો જેટલી વાર્તાઓ આ સંસ્થાને જુદી જુદી શાળાના બાળકો દ્વારા મોકલવામાં આવેલ જેમાં ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના લીમડા ગામની નવજીવન ખાનગી પ્રાથમિક શાળા લીમડા (હનુભાના) ગામે ધોરણ-7 માં અભ્યાસ કરતી સચાણીયા નિરાલી રાજેન્દ્રભાઇની વાર્તા “રોટલીબેન અને પિઝાભાઇ” પ્રથમ ત્રણ વાર્તાઓમાં પસંદ થઈ
દિકરી નિરાલીની આ ઉત્કૃષ્ટ સિધ્ધિ માટે ગ્રામ વિકાસ ટ્રસ્ટ લીમડા,નવજીવન પરિવાર તેમજ લીમડા ગામ ગૌરવની લાગણી અનુભવે છે
રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા