અમદાવાદ: ભ્રષ્ટાચારની સમસ્યાને નિવારવા માટેના આંતરાષ્ટ્રીય ક્ષેત્રે‘સંયુક્ત રાષ્ટ્ર મહાસંઘ’ની ઓક્ટોબર– ર૦૦૩ માં મળેલ સામાન્ય મહાસભામાં ઠરાવ પસાર કરીને સામાન્ય જનતામાં ભ્રષ્ટાચાર સામે જાગૃતતા કેળવાય અને ભ્રષ્ટાચાર ઘટાડવાની દિશામાં લેવાના થતા પગલાઓ અંગે પ્રોત્સાહન મળી રહે તે નક્કી કરવાના આશયથી દર વર્ષની 9મી ડિસેમ્બરે ‘આંતરરાષ્ટરીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસ’ તરીકે મનાવવાનું નક્કી કરેલ છે. ચાલુ વર્ષે નવેમ્બર માસની શરૂઆતથી ૬ અઠવાડીયા માટે ભ્રષ્ટાચાર અટકાવવા સંબંધે જાગૃતતા લાવવા સમગ્ર વિશ્વમાં‘‘Your right, your role:say no to corruption’’ ની થીમ હેઠળ આ અંગેની ઝુંબેશ હાથ ધરવામાં આવેલ. જેના ભાગરૂપે અમદાવાદ એસીબી કચેરી તરફથી અનેક વિવિધ કાર્યક્રમ થકી ભ્રષ્ટાચારને ડામવા માટે પ્રચાર- પ્રસાર હાથ ધરવામાં આવ્યું હતું.
દેશના પ્રથમ ગૃહમંત્રીશ્રી, ‘ભારત રત્ન’ શ્રીમાન સરદાર વલ્લભભાઇ પટેલના જન્મદિવસના અઠવાડીયાને રાષ્ટ્રીય સ્તરે કેન્દ્રીય સતર્કતા આયોગ તરફથી ‘સતર્કતા જાગૃતતા સપ્તાહ’ તરીકે ઉજવવામાં આવે છે.
ચાલુ વર્ષે આ સપ્તાહની ઉજવણી ‘સ્વતંત્ર ભારત@75: સત્તાનિષ્ઠાથી આત્મનિર્ભરતા ’ (‘Independent India@75: Self-Reliance with Integrity’) થીમ પર કરવામાં આવેલ. ગુજરાત તકેદારી આયોગની રાહબરી હેઠળ ઉચ્ચ શિક્ષણ કમિશ્નર શ્રી, ગુજરાત રાજ્યના સહયોગથી લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો દ્વારા ઉપરોક્ત થીમ હેઠળ રાજ્યકક્ષાની નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજ્યની કુલ-ર૭૮ કોલેજના કુલ-૯૭૧ વિદ્યાર્થી/વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો.. આ સ્પર્ધામાં ગુજરાતી તથા અંગ્રેજી માધ્યમમાં બન્નેના પ્રથમ ત્રણ વિજેતા અને ત્યાર પછીના ૧ થી ૧૦ મળી કુલ-ર૬ વિજેતાઓના નિબંધોની સંકલિત પુસ્તીકાની ‘સ્મરણકા’ પ્રસિદ્ધ કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં જી.એન.એલ.યુ. ખાતે ઉપરોકત્ત તમામ વિજેતા વિદ્યાર્થી/ વિદ્યાર્થીનીઓ, તેમના વાલી, સબંનધત કોલેજના આચાર્ય/ પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા અને તેઓની હાજરીમાં વિજેતા વિદ્યાર્થી/ વિદ્યાર્થીનીઓ દ્વારા લખેલ ૨૬ નિબંધોની પુસ્તીકાનું વિમોચન કરવામાં આવેલ અને તમામને પ્રમાણપત્ર એનાયત્ત કરવામાં આવેલ.
૯ મી ડિસેમ્બર ૨૦૨૧ ‘આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસ’ ની ઉજવણી શ્રીમતી સંગીતાસિંહ તકેદારી આયુકત્ત, ગુજરાત તકેદારી આયોગના અધ્યક્ષ સ્થાને કરવામાં આવી હતી જેમાં શ્રી રાજકુમાર, અધિક મુખ્ય સચિવ, ગૃહ વિભાગ, શ્રી સંજય શ્રીવાસ્તવ, નિયામક, લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો, ગુજરાત રાજય, શ્રી બિપિન અહિરે સયુંકત નિયામક, લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો, શ્રી એમ.નાગરાજન, કમિશનર, ઉચ્ચ શિક્ષણ કચેરી, શ્રી જગદીશ ચંદ્ર ટી.જી. ઇન્ચાર્જ રજીસ્ટરાર, જી.એન.એલ.યુ. તેમજ ડો. નિયતી પાન્ડેય, આસીન્ટટ પ્રોફેસર, જી.એન.એલ.યુ.વગેરે મહાનુભાવો હાજર રહ્યા હતા અને તમામે જરૂરી માર્ગદર્શન અને પ્રેરણા પુરી પાડી હતી.