અમદાવાદ: મકરસંક્રાંતિ અવસરે કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગર લોકસભાના લોક લાડીલા સંસદસભ્ય અમિતભાઇ શાહે દિવસ દરમિયાન લોકોની વચ્ચે રહીને ઉત્તરાયણની ઉજવણી કરી હતી.
ગુજરાતી તહેવારો અને પ્રસંગો પોતાના પરિવાર સાથે ઉજવણી કરતા શ્રી અમિતભાઈ શાહ દર વર્ષે કાર્યકરો સાથે પતંગ ઉડાડવાનો આનંદ માણે છે, એ પરંપરા આ વખતે પણ કોરોનાના સંક્રમણને પગલે સોશિયલ ડિસ્ટન્ટ જાળવીને ઉત્તરાયણ પર્વની ઉજવણીમાં સહભાગી થયા હતા. તેમણે લોકોને મકરસંક્રાંતિની શુભ કામના પાઠવી હતી.
ઉત્તરાયણના સવારે તેમણે અમદાવાદ શહેરના પ્રસિદ્ધ જગન્નાથ મંદિરમાં ભગવાન જગન્નાથજીની પૂજા અર્ચના કરી હતી. મંદિર પરિસરમાં શ્રી અમિતભાઇ શાહે તેમના ધર્મપત્ની, અને પુત્ર જય શાહ, પુત્રવધુ અને પૌત્રી સાથે આરતી કરી હતી, ત્યારબાદ ગજરાજનું પૂજન કરી ગૌદાન કર્યું હતું. આ અવસરે તેમની સાથે મંદિરના મહંત પૂજ્ય દિલીપદાસજી મહારાજ, મેનેજિંગ ટ્રસ્ટી મહેન્દ્રભાઈ ઝા, ખાડિયાના ભૂતપૂર્વ ધારાસભ્ય શ્રી ભૂષણભાઇ તેમજ પ્રદેશ મીડિયા કન્વીનર ડો યજ્ઞેશ દવે ઉપસ્થિત રહ્યા હતા.
ત્યારબાદ શ્રી અમિતભાઇ શાહે થલતેજના મેપલ ટ્રીના પોતાના બહેન ના નિવાસસ્થાન E-બ્લોક ખાતે પતંગ ઉડાડવાનો આનંદ માણ્યો હતો. અહીં સમર્થકો અને સ્થાનિક લોકોની સાથે તેમના પત્ની, પુત્રવધુ અને ઘાટલોડિયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, અમદાવાદ શહેર ભાજપના પદાધિકારીઓ કૌશિકભાઇ જૈન, હિતેશભાઇ બારોટ, બીપીન ભાઈ પટેલ ગોતા અને પ્રદેશ મીડિયા કન્વીનર ડો યજ્ઞેશ દવે જોડાયા હતા.
થલતેજ બાદ ઘાટલોડિયાના અર્જુન ટાવર પોતાના બીજા બહેન
ના નિવાસ્થાન ખાતે શ્રી અમિતભાઇ શાહે કાર્યકરો તેમજ ભાજપ યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ ડો. ઋત્વિજ પટેલ, પ્રદેશ મીડિયા વિભાગ ના કિશનસિંહ વગેરે સાથે પતંગ ચગાવી હતી. પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઇ અને જૂજ સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા