Breaking NewsCrime

ક્રૂડ ઓઇલ ચોરી કરતી ગેંગને ગુજરાત ATSએ દબોચી લીધી. ઓઇલની પાઇપલાઇનમાં પંચર કરી 300 થી 400 કરોડની ઓઇલ ચોરીનું કૌભાંડ ઝડપાયું.

અમદાવાદ: ગુજરાત એટીએસ એ સંદીપ ઉર્ફે સેન્ડી વિજેન્દ્ર ગુપ્તા, મહમદ વસીમ ઉફે સલમાન અહમેદ હુશેન કુરેશી, નિશાંત કિરણ કરણીક અને મુનેશ ખેમચંદ ગર્જુરની ધરપકડ કરી છે. આ ટોળકીએ રાજસ્થાન તથા હરીયાણા રાજ્યમાં આઇ.ઓ.સી.ની પાઇપ લાઇન પસાર થતી હોય તે જગ્યાની નજીકમાં એકાદ કીલોમીટરના અંતરે જમીન ભાડે રાખી તેમા પતરાનો શેડ બનાવી તેને ફેક્ટરી જેવો દેખાવ આપી દીધો.

ત્યારબાદ જમીનમા સુરંગ બનાવી IOC તથા ONGC ની પાઇપ લાઇનમાં પંચર કરી બીજી પાઇપ લાઇન નાખી દીધી. અને તેને ફેકટરીના શેડમાાં લઇ જતા હતા. આ પ્રમાણે તે દરરોજ હજારો લીટર ઓઇલની ચોરી આચરતા હતા. આ ઉપરાંત આ ચોરી કરેલા ઓઇલને કન્ટેન્ટરના સ્વરૂપ આપવામાં આવેલ ટેંકરો મારફતે હેરાફેરી કરતા અને 300 થી 400 કરોડની કિંમતનું ક્રુડ ઓઇલની રાષ્ટ્રીય સંપત્તિની ચોરી કરી ચુક્યા છે.
એટીએસે ગેંગનો મુખ્ય સુત્રધાર સંદિપ ગુપ્તાની મુંબઈ એરપોર્ટ પરથી ધરપકડ કરી હતી. આ ગેંગે છેલ્લા 10 વર્ષથી વઘુ સમયમાં લગભગ 300થી 400 કરોડના ઓઈલની ચોરી કરી હતી. એટીએસે ઓઈલની ચોરી કરતી ગેંગની ધરપકડ કર્યા પછી મુખ્ય સુત્રધાર સંદીપ પટેલની પુછપરછ કરતા જાણવા મળ્યુ હતું કે, સંદીપ ગુપ્તા જે પોતે બળેલા ઓઈલનો ધંધો કરતો હતો અને તેના પિતા જેમનો દિલ્હીમાં પેટ્રોલ પમ્પ ચલાવે છે. 2007થી ધંધા અર્થે મળેલા મહોમદ વસીમ કુરેશી જે યુ.પી નો રહેવાસી છે ત્યારે નિશાંત કરણીક બરોડાનો અને મુનિશ ગુર્જર રાજસ્થાનનો રહેવાસી છે. આ 4 સભ્યો મળીને જે રાજસ્થાન અને હરિયાણાથી ઓઇલની પાઇપમા ભંગાણ કરીને ઓઇલ ચોરી કરતા હતા.

જો સમગ્ર ચોરીની વાત કરવામાં આવે તો આ 4 આરોપી ભેગા મળીને જ્યાથી પણ ઓઇલની પણ ઓએનજીસી અને આઈઓસી ની પાઇપલાઇન નીકળતી હોય ત્યાંના એક કિલોમીટરના વિસ્તારમાં ખેતર ભાડે રાખી તેમાં પતરાનો શેડ બનાવી ફેક્ટરીનો આકાર આપતા ત્યારબાદ સુરંગ બનાવી પાઇપલાઇનમા ભંગાણ કરી બીજી પાઈપલાઈન થી ટેન્કર ભરી અને હેરાફેરી કરતા હતા.

સંદીપ અગાઉ જૂનું ઓઇલ મુનિશ અને નિશાંત પાસેથી ખરીદતો હતો અને નિશાંત અને મુનિશ આ ઓઇલ દક્ષિણ ગુજરારના GIDC વિસ્તારના વેપારીઓ પાસેથી ત્યારબાદ સંદીપ આ ઓઇલ ડામર બનાવતા એકમો ને સપ્લાય કરતો હતો. આ 4એ આરોપી અલગ અલગ જિલ્લામાંમા અલગ અલગ ગુનામાં પકડાયા છે અને જામીન પર છૂટી નાસ્તા ફરતા હતા.
છેલ્લા દસથી વધારે વર્ષ દરમિયાન આ ગેંગ વિરુદ્ધ ગુજરાતના મોરબી, ખેડા , વડોદરા જીલ્લાઓ, રાજસ્થાનના પાલી, ભરતપૂર , ચિતોડગઢ , અલવર અને વશરોહી જીલ્લાઓ તથા હરીયાણા રાજ્યના ર્ગોહાના, રેવાડી અને ઝજજર જીલ્લાઓના વિવિધ પોલીસ સ્ટેશનોમાં પેટ્રોલિયમ એન્ડ મીનરલ પાઇપ લાઇન એક્ટ 1962, એક્ષપ્લોઝીવ સબસ્ટન્ટ્સ એકટ સહીત ભારતીય ફોજદારી ધારોની વિવિધ કલમો હેઠળ ગુનાઓ નોંધાઇ ચુક્યા છે. જેમાં કેટલાક ગુનાઓમાં આ ગેંગ ના સાગરીતો પકડાઇ ચુક્યા છે તો અમુક ગુનામાં હજુ પણ પોલીસ ચોપડે ફરાર છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ભાવનગર ખાતે જિલ્લા કલેકટરશ્રી આર.કે.મહેતાના અધ્યક્ષસ્થાને રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક યોજાઈ

ભાવનગર જિલ્લા કલેકટરશ્રી આર.કે.મહેતાના અધ્યક્ષસ્થાને આજે જિલ્લા કલેકટર કચેરીના…

ચોરી થયેલ મોબાઇલ ફોન-૦૪ કિ.રૂ.૨૮,૪૯૯/-ના મુદ્દામાલ સાથે ચાર ઇસમોને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી…

1 of 376

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *