કપિલ પટેલ દ્વારા અરવલ્લી
સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના આદિવાસી વિસ્તારની ગરીબ દીકરીઓને વિવિધ રીતે પગભર થવા મૂળ પાલનપુર ના વતની અને સાબરકાંઠા જિલ્લામાં તલાટી ની ફરજ બજાવતા હિરલબેન ચૌધરી દ્વારા આદિવાસી વિસ્તારમાં દીકરીઓને સ્વાયત આને સ્વાવલંબી બનવા શિક્ષણ અને એલ.આર.ડી ની તાલીમ આપવાનું એક ભગીરથ કામ હાથ ધરતાં આ વિસ્તારની કેટલાય દીકરીઓ શિક્ષણ લઈને એલ.આર્ડી જેવી તાલીમ મેળવી નોકરીએ લાગી સ્વાવલંબી બની હિરલબેન ચૌધરી ને મોટીબેન ની ઉપમા આપી સો સો સલામ આપે છે.હિરલબેન ચૌધરી નોકરી ની સાથે બિજલ સમય આને રજાના સમયમાં તાલીમ ઉપરાંત સરકારી યોજનાઓ ના લાભ અપાવવા તેમજ ગરીબ પરિવારોને ચોપડા કપડાં રમકડાં સેનેટરીપેડ જેવી વસ્તુઓ આપી શિક્ષણ સ્વચ્છતા સ્વાસ્થ્ય સુધારવાનું જ્ઞાન પણ આપી રહ્યાં છે એટલુંજ નહીં પણ પરિવાર પ્રેમ સમૂહ સ્વાધ્યાય સ્વઅધ્યયન ખેતી પશુપાલન સહિતના આધુનિક ટેકનોલોજી નું જ્ઞાન અને પ્રચાર પ્રસારનુ સુંદર કામ આદિવાસી દિકરીઓ માટે કરી રહ્યા છે જે આજના સ્ત્રી સશક્તિકરણ અને વિવિધ રીતે જાગૃતિ લાવવા નું યજ્ઞ કાર્ય ગણી શકાય.. આદિવાસી દિકરીઓ આ બેનને મોટીબેન મોટા દીદીસર ની ઉપમા થી હરખથી બોલાવે છે આ છે સાચી સેવા સાચા કર્મયોગી.