શક્તિ ભક્તિ અને આસ્થાનું ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલ છે હાલમાં નવરાત્રિ પર્વ ચાલી રહ્યો છે ત્યારે માઇ ભકતો દૂરદૂરથી મા અંબાના દર્શન કરવા આવ્યા છે ત્યારે આજે રવિવારે બપોરે 12:30 કલાકે દેવગઢબારીયા થી આવેલા માઇ ભક્ત ગબ્બર ના ચઢવાનાં પગથિયાં પાસે ઢળી પડ્યા હતા તેમને 108 મારફતે સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા છે.
10 ઓક્ટોબરના રોજ દેવગઢ બારીયાના સરદારભાઈ રામભાઈ બારીયા પોતાના પરિવાર સાથે અંબાજી દર્શન કરવા આવ્યા હતા અંબાજી આવ્યા બાદ તેઓ ગબ્બર ખાતે માના દર્શન કરવા ચાલતા નીકળ્યા હતા ગબ્બર 51 શક્તિપીઠ ની ઓફિસ આગળ તેઓ અચાનક ઢળી પડ્યા હતા તેમની સાથેના લોકો દ્વારા 108ને જાણ કરવામાં આવી હતી અંબાજી 108 ના ઇએમટી અલકાબેન કંકોડીયા અને પાયલટ ગબ્બર ખાતે આવી અંબાજી આદ્યશક્તિ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યા ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા હ્રદયરોગનો હુમલો આવતા તેમનું નિધન થયું હતું અને પરિવારમાં શોક નો માહોલ બની ગયો હતો.
અંબાજી પ્રહલાદ પુજારી