અમિત પટેલ અંબાજી
શક્તિપીઠ અંબાજી સરસ્વતી નદીના કિનારે આવેલું હોવાથી આ ધામ અંબાજી સરસ્વતી નગરી તરીકે ઓળખાય છે. અંબાજી મંદિર ખાતે મોટી સંખ્યામાં માઇ ભકતો માતાજીના દર્શન કરવા આવે છે અને દર્શન કરીને ધન્યતા અનુભવે છે ત્યારે માતાજીના કેટલાક ભક્તો દ્વારા દાન પણ મોટી કિંમતનું ભેટ ધરવામાં આવતુ હોય છે. ૧૦ જુનના સવારે અંબાજી મંદિરમા ૨૨ કિલોમીટર દુરથી આવેલા આબુરોડ ના વિજયકુમાર ચોરસિયા અને તેમના પરીવાર દ્વારા દ્વારા અંબાજી મંદિર ખાતે સોના અને ચાંદીના જુના દાગીના ભેટ સ્વરૂપે અર્પણ કર્યા હતા.
આજ રોજ તા.૧૦-૬-૨૦૨૨ ને શુક્રવાર ના પાવન દિનેમાં જગદંબાના ચરણોમાં રાજસ્થાન આબુરોડ નિવાસી દાતાશ્રી વિજયકુમાર ચોરસિયા દ્વારા રૂ.૨૨,૪૩,૧૫૦ ની કિંમત ના ૫૨૭.૮૦૦ગ્રામ વજનના સોનાના જૂના દાગીના અને રૂ.૪૩,૨૦૦ની કિંમતના ૧૧૧૦ ગ્રામ વજનના ચાંદીના જૂના કડા ભેટ માં પ્રાપ્ત થયેલ છે. આમ આજરોજ આબુરોડ નિવાસી વિજયકુમાર ચોરસિયા દ્વારા એક જ દિવસમાં રૂ.૨૨,૮૬,૩૫૦ ની કિંમતના સોના ચાંદીના દાગીના ભેટ માં પ્રાપ્ત થયેલ છે. અંબાજી મંદિર ના ટેમ્પલ ઇન્સ્પેકટર સતીષ ગઢવી દ્વારા આ દાગીના સ્ટ્રોંગ રૂમમાં જમા કરવામાં આવ્યા હતા.