અમદાવાદ આણંદ સોજીત્રા રોડ પર સ્થિત મધુભાન રિસોર્ટ એન્ડ સ્પા એ ખુબજ અનોખા પ્રકારના ફૂડ ગેલેરીયાની શરૂઆત કરવામાં આવી છે જે ગુજરાતના લોકોના હેલ્થી લાઇફ સ્ટાઇલને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું છે. આ ફૂડ મધુભાન ગેલેરીયા અને મધુભાન ઓર્ગેનિક ફાર્મ ફ્રેશ વેજિટેબલ્સ નું મિશ્રણ છે. આ ફૂડ ગેલેરીયા માં બનાવવામાં આવતી દરેક વસ્તુ ઓર્ગેનિક ફાર્મ ફ્રેશ વેજિટેબલ્સ થી બનાવવામાં આવશે અને મેનુ ની બીજી બધી વાનગીઓ માં ઓર્ગેનિક વસ્તુઓ નો ઉપયોગ કરવામાં આવશે.
મધુભાન રીસૉર્ટ એન્ડ સ્પાના સીઈઓ શ્રીમતી તરુણા પટેલએ જણાવ્યું કે “અમારું માનવું છે કે અમે લાવતાં અને પીરસેલા અથવા વેચતા દરેક ખોરાક એ આપણા ગ્રાહકના સ્વાસ્થ્ય અને શરીર પરનું રોકાણ છે. અમે કેટલાક શ્રેષ્ઠ પદાર્થ પસંદ કર્યા છે જે અમારા ગ્રાહકોને તંદુરસ્ત ભોજન અનુભવની ખાતરી આપી છે,કોવિડ-19 માં જયારે હોટેલ અને ફૂડ ઇન્ડસ્ટ્રી ને અનેક તકલીફો નો સામનો કરવો પડ્યો છે ત્યારે એ પરિસ્થિતિ માંથી બહાર આવવા માટે અને લોકો ને સ્વાસ્થ્યવર્ધક ફૂડ પૂરું પાડવાના હેતુસર મધુભાન ફૂડ ગેલેરીયા ની શરૂઆત કરવામાં આવી છે જેમાં દરેક વસ્તુ ઓર્ગેનિક ફાર્મ ફ્રેશ વેજિટેબલ્સ થી બનાવવામાં આવશે અને સાથેજ લોકો ત્યાં આવી ને ઓર્ગેનિક ફાર્મ ફ્રેશ વેજિટેબલ્સ અને ફ્રૂટ્સ ની ખરીદી પણ કરી શકશે.”
મધુભાન રીસૉર્ટ એન્ડ સ્પાના સીએમડી પ્રયાસ્વીન પટેલ એ જણાવ્યું હતું કે” પરંપરાગત ખોરાક કરતાં વધુ પ્રમાણમાં ઓર્ગેનિક ખોરાક ઉગાડવાથી આપણે વસતા પૃથ્વી માટે ઘણા ફાયદાઓ છે. ઓર્ગેનિક શાકભાજી માં કોઇપણ પ્રકારના પ્રેસ્ટીસાઇજ નો ઉપયોગ કરવામા આવતું નથી જેથી કેન્સર જેવી બીમારીઓ થી બચી શકાય છે. આ બાબતો ને ધ્યાન માં રાખતા અમે અમારા નવા ફૂડ મધુભાન ગેલેરીયા ખાતે ઓર્ગેનિક ફાર્મ ફ્રેશ વેજિટેબલ્સ અને ફ્રૂટ્સ નું વેચાણ પણ કરવાના છીએ જેથી લોકો ને હેલ્થી ખાવા મળે અને પર્યાવરણ પણ સ્વસ્થ રહી શકે.”
આ કાર્યક્રમ માં ઐસ્વર્યા પટેલ, આયુશ શાહ, આકાંક્ક્ષા પટેલ શાહ ઉપસ્થિત રહ્યા હતાં.