રિપોર્ટિંગ આનંદ ગુરવ સુરત
સુરતના ભીમરાડ ગામ 1930 થી ભારત દેશના આઝાદી જંગનું લડતનું કેન્દ્ર બનેલું ભીમરાડને હવે સુંદર પર્યટન સ્થળ તરીકે વિકસિત કરવા ગુજરાત સરકારે પ્રજાલક્ષી નિણૅય લઈ પર્યટક સ્થળ તરીકેની જાહેરાત કરી ભીમરાડ ગામને નિર્માણ કરવા આને પર્યટન સ્થળ બનાવવા માટે 10 કરોડ રૂપિયા ફાળવ્યા છે ત્યારે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ તેમજ કેબિનેટ મંત્રી પુર્ણૅશભાઈ મોદી તથા ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી, અને ધારાસભ્યશ્રીનો સમગ્ર ચોર્યાસી કાંઠા વિસ્તારના ભીમરાડ ગામજનો અને ભીમરાડ ગામના અગ્રણી બળવંતભાઈ પટેલની મહેનતથી આજ રોજ ભીમરાડ ગામમાં મહાત્મા ગાંધીજીનું આશ્રમ અને પર્યટન સ્થળનું ભુમિ પૂજન કરી ખાતમુરત કરવામાં આવ્યું હતુ….
આજે ભીમરાડ ગામ પર્યટન સ્થળ બનતા જઈ રહ્યું છે ત્યારે રોજગારીની તકો પણ વધશે. અને સુરત શહેર પર્યટન સ્થળ તારીખે ઓળખાશે. સુરતના ઐતિહાસિક ભિમરાડ ગામ ખાતે મહાત્મા ગાંધીજી 09 એપ્રિલ 1930 ના રોજ આવી પોહંચ્યા હતાં તે સમયે ભીમરાડથી એક ચપકી મીઠું ઉપાડી આવાન કર્યું હતું કે મને હવે આઝાદ ભારતના દર્શન થવા જઈ રહ્યા છે..
સુરતના ઐતિહાસિક ભીમરાડ ગામ પર્યટન સ્થળ તરીકે બનવા જઈ રહ્યું છે
ગુજરાત સરકાર દ્વારા ઐતિહાસિક ભીમરાડ ગામ નું નિર્માણ માટે દસ કરોડ રૂપિયા ફાળવ્યા છે
મહાત્મા ગાંધીજીનું આશ્રમ અને પર્યટન સ્થળ નિર્માણ થાય લોકોને રોજગારીની તક પણ મળશે…
ઈતિહાસી ભીમરાડ ગામની પવિત્ર ભૂમિનું આજરોજ ખાતમુરત કરવામાં આવ્યું હતું….