ડાકોર ના ઠાકોર જી ના દર્શન માં કનૈયા મહોત્સવ નું લાઇવ દર્શન પ્રસારણ માં ઉત્સવ અને ધર્મભક્તી ગીતો ની જમાવટ કરતા લોક ગાયિકા આશા કારેલીયા
અહેવાલ: જી એક્સ્પ્રેસ ન્યુઝ બ્યુરો (હેમરાજસિંહ વાળા,અભિષેક પારેખ દ્વારા)
આશા કારેલીયા સાવરકુંડલા તાલુકા ના સુપ્રસિધ્ધ લોક ગાયિકા અને નવરાત્રી મહોત્સવ તેમજ લોક ડાયરો,ભજન સંતવાણી, દાંડિયા રાસ જેવા લોક પ્રિય કાર્યક્રમો માં ખૂબજ લોક ચાહના મેળવી છે સૌરાષ્ટ્ર તેમજ ગુજરાત માં એક આગવી ઓળખ ઉભી કરી છે આશા કારેલીયા પોતના સુર મધુર અવાજ થી દરેક કાર્યક્રમ માં ખુબ મોટી જનમેદી ને જકડી રાખી પોતાના અવાજ થી મંત્રમુગ્ધ કર્યા છે અને આ વર્ષે જન્માષ્ટમી પર્વ નિમિત્તે સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોર જી માં મંદિરે કનૈયા મહોત્સવ નું લાઇવ પ્રસારણ માં કનૈયા ના ગીતો થી હજારો ડાકોર ઠાકોર જી માં સેવકો ને મંત્ર મુગ્ધ કર્યા હતા
છેલ્લા ૫ વર્ષ થી ગુજરાત ની ખ્યાતનામ ટીવી ચેનલો માં જન્માષ્ટમી પર્વ નિમિત્તે કનૈયા ના ગીતો ની ધૂમ મચાવે છે એક સરળ સ્વભાવ નું વ્યક્તિત્વ ધરાવનાર અને બધા ચાહકો ના લોક પ્રિય ગાયિકા આશા કારેલીયા અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના સામાન્ય પરીવાર માંથી આવે છે આથાર્થ સંઘર્ષ અને તનતોડ પરિશ્રમ મહેનત કરી સફળ થઈ રહ્યા છે
તેમના દરેક કાર્યક્રમ માટે અગાઉ થી ચાહકો બુકિંગ કરાવે છે તેવો જાહેર કાર્યક્રમો જેમકે લોક ડાયરો ભજન સંતવાણી દાંડિયા રાસ લગ્નગીત જેવા કાર્યકમો એક આગવી ઓળખ ઉભી કરી છે તેમના કાર્યકમો સૌરાષ્ટ માં નહી પણ દક્ષિણ ગુજરાત માં ચાહકો ના લોક પ્રિય છે
આશા કારેલિયા સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું મારા કુળદેવી તેમજ મારા ચાહકો ના આશીર્વાદ થી હું આટલી પ્રસિદ્ધિ મેળવી છે મને મારા ચાહકો નું ખુબ પ્રેમ લાગણી મળી છે
આવનારા દિવસોમાં મારા ચાહકો દ્વારા એજ અપેક્ષા છે આવો ને આવો પ્રેમ લાગણી આપતા રહે અમે તેમના માટે નવા આલ્બમ ગીતો લાવતા રહીશું
જી એક્સપ્રેસ ન્યુઝ ચેનલ તરફથી આશા કારેલીયા ને ખુબ ખુબ શુભેચ્છા