ધોરણ-૧૦ માં ૧૮૩૪૨ વિધાર્થીઓ અને એચ.એસ.સી (સાપ્ર) ૯૨૫૪ જયારે વિજ્ઞાન, પ્રવાહમાં ૧૮૬૧ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે.
એસ.એસ.સી ના ૬૧૨ જયારે એચ. એસ.સી ૪૦૩ બ્લોકમાં વિધાર્થીઓ પરીક્ષા આપશે.
કપિલ પટેલ દ્વારા અરવલ્લી
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્રારા ધો-૧૦ અને ધો-૧૨ સામાન્ય પ્રવાહ વિજ્ઞાન પ્રવાહના નિયમિત/ રીપીટર પૃથ્થક ખાનગી પરીક્ષા ૨૮ માર્ચથી ૧૨ એપ્રિલ સુધી યોજવામાં આવશે.
શિક્ષણ બોર્ડ દ્રારા લેવાનાર પરીક્ષા સારી રીતે નિષ્પક્ષ્ રીતે યોજાય તે માટે ચર્ચા વિચારણા અંગેની બેઠક કલેકટરશ્રીર્ડા. નરેન્દ્રકુમાર મીનાના અધ્યક્ષ્સ્થાને કલેકટર કચેરીના સભાખંડમાં યોજવામાં આવી હતી
આ બેઠકમાં કલેકટરશ્રીએ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્રારા લેવાનાર પરીક્ષા વિધાર્થી ભય મુકત અને સુચારુ રીતે અને નિષ્પક્ષ્ રીતે આપી શકે તે માટે આપવામાં આવેલ કામગીરી અધિકારીઓ તથા સંચાલકોએ નિભાવવાની રહેશે, બેઠકમાં કલેકટરશ્રીએ પરીક્ષા ઝોન મોડાસાના સ્ટ્રોગ રૂમ ખાતે સુરક્ષા માટે અલાયદી ૧+૩ હથિયારધારી પોલીસગાર્ડની નિમણાક કરવા, પ્રશ્નનપત્રો લેવા જવા માટે હથિયારધારી પોલીસ ગાર્ડની વ્યવસ્થા કરવા, તમામ પરીક્ષા કેન્દ્રો ખાતે બંન્ને પરીક્ષા દરમિયાન પોલીસ બંદોબસ્તની વ્યવસ્થા કરવા, જિલ્લામાં સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ પરીક્ષા કેન્દ્રોની તેકદારી રાખવા ,પોલીસ વિભાગને. જણાવ્યુ હતું તથા પરીક્ષા કટ્રોલરૂમ ખાતે કંટ્રોલ અધિકારી, સહિતના સ્ટાફની નિમણુંક કરવા તથા તમામ પરીક્ષા કેન્દ્રો અને બિલ્ડીંગ ખાતે કેન્દ્ર સંચાલકોની નિમણૂક કરવા, કેન્દ્ર સંચાલક દ્રારા સુપરવાઈઝર અને અન્ય સ્ટાફની નિમણૂંક કરવા પણ જણાવ્યું હતું પરીક્ષા બિલ્ડીંગ ખાતે પરીક્ષા દરમ્યાનના સી..સી. ટી.વી. કુટેજ મેળવવા તથા પરીક્ષાર્થીઓ શાંતિચિત્તે પરીક્ષા આપી તે માટે વિજ પુરવઠો ચાલુ રાખવા, પરીક્ષાર્થીઓ પરીક્ષા બિલ્ડીંગ પર સમયસર આવી શકે તે માટે એસ.ટી વિભાગને વ્યવસ્થા કરવા, ચાલુ પરીક્ષાના નજીકના પી.એચ.સી /સી.એચ.સી આરોગ્ય કેન્દ્ર ચાલુ રાખવા વિગેરે પર જરૂરી સૂચનાઓ આપી હતી.
અરવલ્લી જિલ્લામાં લેવાનાર ધોરણ-૧૦ ની પરીક્ષામાં કુલ ૧૮૩૪૨ વિધાર્થીઓ-૬૧૨ બ્લોકમાં પરીક્ષા આપશે જયારે એચ. એસ.સી ધો-૧૨( સા.પ્ર) ૯૨૫૪ વિધાર્થીઓ ૩૦૯ બિલ્ડીંગ અને વિજ્ઞાન પ્રવાહમાં ૧૮૬૧ વિધાર્થી ૯૪ બ્લોકમાં પરીક્ષા આપશે આમ જિલ્લામાં એસ.એસ.સી અને એચ.એસ.સી.ના મળી કુલ ૨૯૪૫૭ વિધાર્થીઓ ૧૦૧૫ બ્લોકમાં નિયમિત /રીપીટર/ પૃથ્થક અને ખાનગી વધાર્થીઓ પરીક્ષા આપશે.
આ બેઠકમાં જિલ્લા શિક્ષણાધિકારીશ્રી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી, આરોગ્ય અધિકારીશ્રી, નાયબ પોલીસ અધિક્ષકશ્રી, કાર્યપાલક ઇજનેરશ્રી ઉત્તર ગુજરાત વિજ કંપની, એસ.ટી વિભાગ અને સમિતિના સભ્યો ઉપસ્થિત રહયા હતાં.