શક્તિ ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલું છે.2 એપ્રિલ થી ચૈત્રી નવરાત્રી પર્વ શરૂ થઈ રહ્યો છે ત્યારે અંબાજી મંદિર ખાતે મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવી રહ્યા છે અને દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે ત્યારે રવિવારે સવારે મંગળા આરતી મા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ ડૉ.નીમાબેન આચાર્ય પોતાના પરિવાર સાથે માતાજીના દર્શન કરવા આવ્યા હતા.
અંબાજી મંદિર ખાતે રવિવારે સવારે મંગળા આરતી 7 વાગે કરવામાં આવે છે ત્યારે આ આરતી મા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ ડૉ. નીમાબેન આચાર્ય પણ આવ્યા હતા અને દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. અંબાજી મંદિર ટ્રસ્ટ તરફથી તેમનુ સ્વાગત કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેઓ અંબીકેશ્વર મહાદેવના દર્શન કર્યા હતા અને માતાજીની ગાદી પર જઈને ભટ્ટજી મહારાજના આશીર્વાદ લીધા હતા . અંબાજી મંદિરના ટેમ્પલ ઇસ્પેક્ટર સતીષ ગઢવી દ્વારા મંત્રીશ્રી નુ સ્વાગત કરવામાં આવ્યું હતું. અંબાજી મંદિર ના ભટ્ટજી મહારાજ દ્વારા વિધાનસભા અધ્યક્ષને માતાજીની છબી આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું.
સૂત્રો થી મળતી માહિતી પ્રમાણે આજે રાત્રે પુર્વ મુખ્યમંત્રી અંબાજી આવે તેવી શક્યતા છે, આ સિવાય અન્ય એક મંત્રી પણ આવે તેવી શક્યતા છે.
અંબાજી પ્રહલાદ પૂજારી