Breaking NewsLatest

ગ્રામજનોમાં આનંદો: નળકાંઠાના ઘરોમાં નળથી પાણી પહોચ્યું. ગામમાં ઘરે ઘરે નળ કનેક્શન આવતા પાણીની સાથે સુખ પણ આવ્યું

અમદાવાદ: ‘ગામમાં ઘરે ઘરે નળ કનેક્શન આવતા અમારે પાણીની સાથે સુખ પણ આવ્યું છે. મારા ગામની બહેનો જે તળાવે પાણી ભરવા જતી એમને હવે ઘરે બેઠા પાણી મળ્યું છે. સરકારે અનલોક ફેઝમાં કામગીરી ચાલુ રાખી ગામના ઘરોને નળવાળા કરી દીધા છે. આ ‘નળથી જળ અભિયાન’ આમ જ ચાલુ રહે ને નળકાંઠાના બધા ગામમાં લોકોના ફળીયા સુધી પાણી પહોચી જાય એવી અમરી ઇચ્છા છે.’ કરણગઢ ગામના સરપંચ સુરજબેનના આ વાક્યો નળથી જળ અભિયાનની સાર્થકતાને પ્રતિબિંબિત કરે છે.

અમદાવાદ જિલ્લાના કરણગઢ, સરગવાડા, ગણોળ, કલાણા આ એ છેવાડાના ગામો છે જે લોકડાઉન દરમિયાન શૂન્ય નળ જોડાણમાંથી સો ટકા નળ જોડાણ ધરાવતા ગામો બન્યા છે. કરણગઢ નળ સરોવર પાસેનું ગામ છે તો સરગવાડા ભાલ પ્રદેશનું લોથલ બંદર પાસે આવેલુ ગામ છે. ગણોલ ધોળકા તાલુકાનું અને કલાણા સાણંદ તાલુકાનું ગામ છે. ગ્રામ પંચાયત, અને વાસ્મોના સહિયારા પ્રયાસોથી આજે અમદાવાદ જીલ્લા(ગ્રામ્ય)માં ૯૪.૧૫% ઘરોમાં નળથી જળ પહોચ્યુ છે. ‘જલ જીવન મિશન’ અંતર્ગત ૨૦૨૨ સુધીમાં ગુજરાતના ૧૦૦% ઘરોને નળથી જળ પહોચાડવાનું રાજ્ય સરકારનું લક્ષ્યાંક છે. જે અંતર્ગત અમદાવાદ જિલ્લાનું વહિવટી તંત્ર કાર્યરત છે.

આ સંદર્ભે વાસ્મો (વોટર એન્ડ સેનિટેશન મેનેજમેન્ટ ઓર્ગેનાઇઝેશન) ના યુનિટ હેડ શ્રી આર.જે. બ્રહ્મભટ્ટના જણાવ્યા મુજબ અમદાવાદ જિલ્લાના ૦૯ તાલુકા પૈકી બાવળામાં ૮૬.૬૨%, દસ્ક્રોઇમાં ૯૮.૬૮%, દેત્રોજમાં ૯૯.૧૯%, ધંધુકામાં ૯૬.૨૬%, ધોલેરામાં ૮૫.૫૨%, ધોળકામાં ૯૬.૫૯%, માંડલમાં ૯૯.૪૭%, સાણંદમાં ૯૨.૨૦% અને વિરમગામમાં ૮૯.૧૮% ઘરોમાં નળથી જળ ઉપલબ્ધ છે.

હાલ અમદાવાદ જિલ્લાના ૩૬૪ ગામો ૧૦૦% ઘરોમાં નળ જોડાણ ધરાવે છે. બાકી રહેતા ૧૨૦ ગામડામાંથી ૩૯ ગામોને ૧૦૦% નળ જોડાણ ધરાવતા કરવા માટે જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા ગ્રાંટની ફાળવણી ગત બુધવારે કરવામાં આવી છે. શ્રી બ્રહ્મભટ્ટે ઉમેર્યું કે નવેમ્બર ૨૦૨૧ સુધીમાં અમદાવાદ જિલ્લો ૧૦૦% ઘરોમાં નળ જોડાણ ધરવતો બને તે મુજબનું આયોજન છે.

કરણગઢ ગામના રહેવાસી શ્રી મનજીભાઇ કહે છે કે ‘મારો જન્મ જ આ ગામમાં થયો છે. વર્ષોથી ગામની મહિલાઓ ગામની ભાગોળે કુવામાંથી કે તળાવ પરથી પાણી લાવતી હતી. ‘વાસ્મો’ એ ગ્રામસભામાં આવી પાણીની વિતરણ વ્યવસ્થા ઉભી કરવાની વાત કરી. લોકફાળો અને સરકારની ગ્રાંટમાંથી એમ ૫.૩૨ લાખના ખર્ચે ગામના ૧૪૫ ઘરોને નળ કનેક્શન મળ્યું છે.

ઉલ્લેખનીય છે કે, ‘જલ જીવન મિશન’ નું લક્ષ્યાંક ૧૦૦% ઘરોને નળથી જળ ૨૦૨૪ સુધીમાં પૂર્ણ કરવાનું છે. પરંતુ રાજ્ય સરકારે જે આગોતરું આયોજન કર્યું છે તેના પરિણામે બે વર્ષ વહેલું એટલે કે ૨૦૨૨માં જ ગુજરાત આ લક્ષ્યાંક પૂર્ણ કરી દેશે.

નિયમિત અને લાંબા ગાળા માટે દરેક ગ્રામીણ ઘરને ગુણવત્તાયુક્ત પીવાના પાણીનો પૂરતા પ્રમાણમાં પુરવઠો સુનિશ્ચિત કરવો તે ‘જલ જીવન મિશનનું’ લક્ષ્ય છે.

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, પાણી પૂરવઠા વિભાગ અને ‘વાસ્મો’ની સંયુક્તની ભાગીદારીને કારણે અમદાવાદ જિલ્લામાં જળ વ્યવસ્થાપન અને વિતરણનું વિકેન્દ્રિત માળખુ તૈયાર થયું છે. જેના સુખદ પરિણામે કરણગઢ જેવા નળકાંઠાના ગામોમાં ઘરના ફળીયા સુધી નળથી પાણી પહોચતું થયું છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

વર્લ્ડ હેરીટેજ વીક – ૨૦૨૪ કચ્છ નહિ દેખા,તો કુછ નહિ દેખા; કચ્છમાં આવેલું વિશ્વ વારસાનું સ્થળ – ધોળાવીરા

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ભારતીય પુરાતત્વીય સર્વેક્ષણ દ્વારા સમગ્ર ભારતમાં તા. ૧૯…

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ફક્ત બે દિવસમાં ૧૦ દર્દીઓની લીથોટ્રીપ્સીથી ઓપેરેશન વગર પથરીની સારવાર કરાઇ

અમદાવાદ, સંજીવ રાજપૂત: સિવિલ હોસ્પિટલમાં પેઇનલેસ પથરી ની સારવાર ઉપલબ્ધ થઈ છે…

1 of 672

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *