Breaking NewsLatest

ગ્રિષ્મા હત્યા: તથ્યો, તારણ અને અગમચેતી તખુભાઈ સાંડસુર

નમસ્કાર વાલીઓ,
શું તમારે ત્યાં યુવાન દિકરા દિકરીઓને છે.તો તેની થોડી ચિંતા કરી, ચિંતન કરવાનું રાખો.સુરતની દિકરી ગ્રિષ્મા વેકરિયાની હત્યા સૌ માટે ખાસ તો શિક્ષણ સંસ્થાઓ,વાલીઓની આંખ ખોલનારી છે.આ આખી ઘટના બાદ વાલીઓ, યુવતીઓને એક સંદેશ આપે understand, wait, watch and then go ahead..!
જીવન વયના વિવિધ તબક્કાઓમાંથી પસાર થાય છે.તેમાં દરેક મુકામે ઉંમરને અનુરૂપ, જરૂરીયાતો, ઈચ્છાઓ અને કલ્પનાઓ મુજબ પડકાર દેખા દેતાં હોય છે. પરંતુ કિશોરાવસ્થા અને યુવાવસ્થામાં રસ્તો ખૂબ કાંટાળો હોય છે. તેમાંથી પસાર થતાં જો પગ કાંટા પર પડી ગયો તો એ કાંટો પગની તો સોસરવો ભાલુ થઈ ભોંકાય પણ માથાં બાર નીકળતા ઝબકારો જ થાય.વાત માત્ર એટલી જ છે કે તેમાંથી પસાર થનાર સૌને તે રસ્તાની ભયાનકતા અને સૌંદર્યનો સુપેરે પરિચય કરાવવો પડે તો તે ગમે તેવો રસ્તો ખરબચડો હોવાં છતાં પણ કપાઈ જાય.ઘણીવાર આપણી ભૂલો જ્યારે સામે આવે છે ત્યારે ઘણું બધું મોડું થઈ ગયું હોય છે.
પ્રેમમાં ખાબકવું આસાન છે પણ તરવાનો અનુભવ છે કે નથી તે વિચાર લાવ્યાં વગર ઝંપલાવતા ઝંપી જવાય તે નક્કી !વાત કરીએ બ્રેકઅપની કે તે માટે પણ પૂરતો અવકાશ છે કે કેમ ? તે વાત પણ તાવણીમાં લાવો. ગઈકાલે આર.જે.દેવકીના એક કાર્યક્રમને જોતાં તેણે પોતાના બ્રેકઅપના ઢાંકેલા મીઠાઈના ત્રાંસ પરથી પરદો ઉધાડ્યો. તેમને દસમા અને બારમા ધોરણમાં બે વખત બ્રેકઅપ થઈ ગયું. તેણે ખુબજ હળવા થઈને કહ્યું કે તે મેં સ્વીકારી લીધેલું અને આજ સુધી તેના કારણો કે કલામો ઉપર કોઈ ટિપ્પણી કરી નથી અને સામેના તે પાત્રોને ધીકકાર્યા પણ નથી. તેની કોઈ વાત કે ઉલ્લેખ પણ નહીં..! બીત ગઈ સો બાત ગઈ..!બસ, આ જ જીવનની ખરી સમજ છે.હા,તેમાં દેવકીએ જે વાત સ્વીકારી તે વાત સામેના પાત્રોએ પણ ઉમળકાથી કંકુ ચોખાએ વધાવી લીધી હશે. એટલે જ તે બધાં આજે સફળતાની પંગતમાં પલાંઠી વાળીને બેઠાં છે.
મનોવૈજ્ઞાનિક લોરેન હોવેના જણાવ્યાં મુજબ કોઈપણ બ્રેકઅપ ને પચાવવું એ અઘરૂ છે અને ક્યારેક તે અનર્થોને આમંત્રણ પણ આપે છે.વાધ કે સિંહ વધુમાં વધું આક્રમક ત્યારે થાય કે જ્યારે તેને કોઈ “ઇટીંગ કે મેંટીગ”માં ખલેલ કે બાધક બને.આપણે સંબંધોને તેની મર્યાદામાં જ આગળ કરતાં શીખવું પડે.જેટલુ અને જ્યાં જરૂર હોય તેટલી જ નિકટતા કેળવો.લાગણીઓને તમે તાબે ન થાઓ પણ તમારાં તાબામાં લાગણી રહે તેની દરકાર કરો. જ્યારે કોઈ ઘટના વધુ પડતી ઈમોશનલ બનતી દેખાય તો તમે થોડાં કદમ પાછળ હટી જાઓ. અને સલામત ટ્રેક ઉપર ચાલવાની કોશિશ કરો. સંવેદનાઓને છંછેડવાની કોઈપણ તરકીબોથી બચતા રહો..! બ્રેકઅપ તે જીંદગીનું છેલ્લું સોપાન નથી તે સમજણ એકમેકમાં ઘુંટાઈ છે કે કેમ તેની તલાશી લેતાં રહો.ઈમોશન્લી એકસાઈટમેન્ટ અનુભવતાં પાત્રોથી સલામત અંતર જાળવી રાખો.
શિક્ષણ સંસ્થાઓ, સામાજિક સંગઠનોએ આવી બાબતોમાં તરુણાવસ્થાના પાત્રો અને યુવાનો ને તાલિમ બધ્ધ કરવાં રહ્યા.વાલીઓ પોતાના સંતાનો પર સતત દેખરેખ રાખી જરુરી હુંફ પુરી પાડતાં રહે.દિકરીના વાલીઓએ આજના લોફર છોકરાંઓની આભામાંથી બચાવી લેવા વિશેષ કાળજી લેવી જોઈએ.સૌ વાલીઓ પોતાના સંતાનો સાથે ખુલ્લા મને ચર્ચા માર્ગદર્શન કરતાં રહે.પોતાના પાસે બધી જ સમસ્યાઓનો ઉકેલ છે તેની પ્રતીતિ જો તમે કરાવી શકો તો જ યુ આર એબલ ફોર પેરેન્ટીગ.તમારા સંતાનોના મિત્રોને પણ મળવાનો અવસર ઉભો કરો.આ બધું તમારાં સંતાનની કેરિયરથી વધું તેનાં જીવનમાં અગત્યતા ધરાવે છે તે વાતને પ્રાથમિકતા આપો.
બહાર આવેલી વિગતોમાં ફેનિલ એક રખડું, બેજવાબદાર યુવાન હતો.તેની માનસિક હાલત એટલી ડામાડોળ દેખાઈ છે કે તેણે પોતાના વર્તનની સારાસારની સમજ પણ ગુમાવી હતી.ઘણાં વાલીઓ દિકરીઓની તિવ્ર અછતને કારણે પોતાનાં સંતાનોને આવી આવારાગર્દી તરફ આયોજનબધ્ધ રીતે ધકેલી રહ્યાં છે.ફેનિલની ફાંસી કે આજીવન કારાવાસની સજા હવે આવા અસામાજિક પગલાંઓ માટે રુક જાવનો સંદેશો લઈને આવે છે.મોબાઈલ માહિતીનો સ્ત્રોત છે પણ મોતનું મેસેન્જર પણ છે તે સમજવું પડશે ! શાસકિય વ્યવસ્થાને જો ધારદાર બનાવવામાં આપણે ચૂંક કરીશું તો આ વણઝારને અટકાવવી વૈશાખી ઝાંઝવા જેવી સાબિત થશે..!?

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ભાવનગર ખાતે જિલ્લા કલેકટરશ્રી આર.કે.મહેતાના અધ્યક્ષસ્થાને રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક યોજાઈ

ભાવનગર જિલ્લા કલેકટરશ્રી આર.કે.મહેતાના અધ્યક્ષસ્થાને આજે જિલ્લા કલેકટર કચેરીના…

ચોરી થયેલ મોબાઇલ ફોન-૦૪ કિ.રૂ.૨૮,૪૯૯/-ના મુદ્દામાલ સાથે ચાર ઇસમોને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી…

1 of 681

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *