ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠૌડ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી. વી.વી.ઓડેદરા તથા પો.સબ ઇન્સ. શ્રી. એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર વિસ્તારમાં થયેલ ઘરફોડ ચોરીઓનાં તથા અન ડીટેકટ ગુન્હાનો ભેદ ઉકેલવા માટે સખત સુચના આપેલ.
જે સુચના અને માર્ગદર્શન હેઠળ આજરોજ ભાવનગર,એલ.સી.બી. સ્ટાફનાં માણસો ભાવનગર વિસ્તાગરમાં વણશોધાયેલ ચોરીનાં તથા અનડીટેકટ ગુન્હાઓ શોધી કાઢવા અંગે પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાાન પેટ્રોલીંગ ફરતાં-ફરતાં શકદારોની તપાસમાં હતાં.તે દરમ્યાન રૂપાણી સર્કલ દીવડીયુ ચોકમા આવતાં પો.હેડ કોન્સ. મહેન્દ્રભાઇ ચૌહાણ તથા સાગરભાઇ જોગદીયાને સંયુકત બાતમીરાહે હકિકત મળેલ કે સરદારનગર સર્કલ જવાના રસ્તા તરફથી બે ઇસમો હોન્ડા શાઇન મો.સા મા બેસી સાથે થેલીઓ તથા બોક્ષ લઇ આવવાના છે જેમા મો.સા ચાલકે સફેદ કલરનુ ટી-શર્ટ તથા બ્લુ કલરનુ જીન્સનુ પેન્ટ પહેરેલ છે.જેઓની પાસે રહેલ થેલીનો માલ સામાન તથા બોક્ષમા રહેલ વસ્તુઓ ચોરાઉ અથવા છળકપથી મેળવેલ હોવાની શંકા છે. જેથી ઉપરોકત બાતમી વાળી જગ્યાએ વોચમા રહેતા ઉપરોકત વર્ણન તથા મો.સા વાળા ઇસમો મળી આવતા તેનું નામ સરનામું પુછતા (૧) રાજેશ ભાઇ ઉર્ફે રવી મોહનભાઇ પરવાણી/સીંધી ઉવ.૨૬ રહે.સિંધુનગર દેવુમાના મંદિર પાસે મફતનગર ભાવનગર (૨) લખનભાઇ હીરાલાલ લેખરાજાણી/સિંધી ઉવ.૨૪ રહે.હાલ ગાયત્રીનગર સમર્પણ સોસાયટી પ્લોટ નં-૦૬ ભાવનગર મુળ-સિંધુનગર દેવુમાના મંદરની સામે મફતનગર ભાવનગર વાળાઓ હોવાનું જણાવે છે મજકુર ઇસમો પાસેથી ચોરાવ/શક પડતી મિલ્કતનો નીચે મુજબની વિગતે મુદામાલ મળી આવેલ
(૧) એક લીલા કલરના રેકજીનના પાઉચમા એક કાળા કલરનો નિકોન કંપનીનો કેમેરો કી.રૂ.૪૦૦૦/- (૨) એક કાળા કલરના રેકજીનના પાઉચમા એક સિલ્વર બ્લેક કલરનો સોની કંપનીનો કેમેરો કી.રૂ.૮૦૦૦/- (૩) એક કાળા કલરના રેકજીનના પાઉચમા એક સ્કાયબ્લુ કલરનો સોની કંપનીનો કેમેરો કી.રૂ.૪૦૦૦/-
(૪) એક તાંબાનો ગ્લાસ જેની કિ.રૂ.૧૦૦/- (૫) ખાખી કલરના પુઠાના બોક્ષામા એક સેમસંગ કંપનીનુ કાળા કલરનુ એલ.ઇ.ડી ટી.વી કિ.રૂ.૨૫૦૦૦/ -(૬) મો.સા હોન્ડા શાઇન રજી નંબર GJ-04-DL-1185 કિ.રૂ.૪૦૦૦૦/-(૭) મજુકુર બન્ને ઇસમોની અંગ ઝડતી માથી મોબાઇલ નંગ-૨ મળી જેની કિ.રૂ.૧૦,૦૦૦/-
ઉપરોકત ચિજ વસ્તુઓ શંકાસ્પ્દ મળી આવેલ જે બાબતે પુછપરછ કરતા ફર્યુ ફર્યુ બોલતા હોય અને કોઇ સંતોષકારક જવાબ આપેલ નહી અને તેના અઘાર પુરાવા માંગતા નહી હોવાનું જણાવે છે. જેથી મજકુર ઇસમોએ સદરહું ચિજ વસ્તુઓ છળ કપટથી અગર ચોરી કરેલ હોવાનું જણાતુ હતું સી.આર.પી.સી. ૧૦૨ મુજબ શકપડતી મિલ્કત ગણી તપાસ અર્થે કબ્જે કરેલ છે.
મજકુર ઇસમોની સઘન પુછ પરછ કરતા આજથી આશરે એકાદ મહીના પહેલા સરદારનગર શ્રીજીનગર મા આવેલ બંધ મકાનમાથી રાત્રીના ચોરી કરેલાની કબુલાત કરેલ છે. આ ચોરી તેણે તથા તેના સાગરીત ટહેલરામ ઉર્ફે ટીનુ મોહનભાઇ હરવાણી રહે.ભરતનગર શહેર ફરતી સડક ભાવનગર વાળાઓએ કરેલની કબુલાત આપેલ છે.
*આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી.નાં પો.ઇન્સ. વી.વી. ઓડેદરા તથા પો.સબ ઇન્સ. એન.જી. જાડેજાની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફનાં હેડ કોન્સ મહેન્દ્ર ભાઇ ચૌહાણ તથા ધનશ્યામભાઇ તથા વનરાજભાઇ ખુમાણ તથા સાગરભાઇ જોગદિયા તથા જયરાજસિંહ જાડેજા તથા ભૈપાલસિંહ ચુડાસમા તથા મહીપાલસિંહ ગોહીલ તથા પો.કોન્સ વિઠ્ઠલભાઇ બારૈયા તથા ઇમ્તીયાઝખાન પઠાણ તથા સંજયભાઇ ચુડાસમા તથા જયદિપસિંહ ગોહીલ વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતાં.
રિપોર્ટર વિપુલબારડ ભાવનગર