જામનગર: 301 દિવસ બાદ રાજ્ય સરકારના નિર્ણય બાદ આજથી રાજ્યની તમામ સ્કૂલમાં ધો 10 અને 12ના ક્લાસની શરૂઆત થઈ. વાલીની સંમતિ દ્વારા બાળકો આવ્યા સ્કૂલે.
કોરોનાની મહમારીમાં આજે રાજ્ય સરકારના નિર્ણય બાદ આજે આખરે રાજ્યની સ્કૂલોમાં ધોરણ 10 અને 12માં ધોરણના વર્ગો શરૂ કરવામાં આવ્યા ત્યારે આજે શરૂઆતમાં જૂજ વિદ્યાર્થીઓ સ્કૂલ બેગ સાથે ઉત્સાહપૂર્વક 301 દિવસ બાદ સ્કૂલે આવતા નજરે જોવા મળ્યા હતા. જામનગરમાં સ્કૂલ શરૂ કરતાં પહેલાં 2 સ્કૂલ માટે કોવિડ 19 ના નિયમો સાથે ડીઓ સાથે ઓનલાઇન સ્કૂલના આચાર્યો સાથે બેઠક યોજવામાં આવી હતી જેમાં સ્કૂલમાં ગાઈડ લાઈન અંગે ચર્ચા કરવામાં આવી હતી. વાલીઓની સંમતિ દ્વારા બાળકો ને સ્કૂલમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે તેમજ સ્કૂલમાં પ્રવેશતા વિદ્યાર્થીનું તાપમાન અને માસ્ક સાથે કોવિડ 19 ની ગાઈડ લાઈન નું પાલન કરાવામાં આવી રહ્યું છે. આજે સ્કૂલ શરૂઆતનો પ્રથમ દિવસ છે થોડી શરૂઆતની મુંઝવણ છતાંય અડગ બની જ્ઞાન માટે વિદ્યાર્થીઓ સ્કૂલમાં પ્રવેશ કરતા જોવા મળ્યા હતા તો બીજી તરફ જે વિદ્યાર્થીઓ ઘેર બેસી અભ્યાસ કરી રહ્યા છે તેઓને ઓનલાઇન શિક્ષણ પણ આપવામાં આવી રહ્યું છે. સ્કૂલના શિક્ષકો દારા પણ ગાઈડ લાઈનનું પાલન કરાવી આજથી બાળકો ને અભ્યાસ ક્રમ શીખવવાની શરૂઆત કરવામાં આવી છે.
સ્કૂલના આચાર્યના જણાવ્યા મુજબ સરકાર દ્વારા લેવાયેલ નિર્ણય માટે તેઓ સહમત છે અને નિર્ણયને આવકારે છે અત્યારે પ્રથમ દિવસે 50% જેટલા વિદ્યાર્થીઓ તેમના વાલીઓની સંમતિ સાથે પ્રવેશ માટે તૈયાર થઈ ચૂકેલ છે અને આવનાર દિવસોમાં તેઓને 100% હાજરી સ્કૂલમાં જોવા મળશે. આવનાર દિવસોમાં તમામ કક્ષાના ના કલાસ રાબેતા મુજબ ચાલુ થઈ જશે અને વિદ્યાર્થીઓ ને શિક્ષણ પ્રદાન થશે તેવી અભિવ્યક્તિ દર્શાવી હતી.