પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબ, ભાવનગર રેન્જ, ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી, ડો. રવિન્દ્ર પટેલ સાહેબે લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી એસ.બી.ભરવાડ તથા પો.સબ ઇન્સ.શ્રી પી.આર.સરવૈયા અને એલ.સી.બી.નાં સ્ટાફને ભાવનગર જીલ્લામાં થતી મિલ્કત સંબંધી/વાહન ચોરી સંબંધી ગુન્હાઓ શોધી કાઢી આરોપીઓને ઝડપી લેવા સુચના આપેલ.
ગઇકાલ તા.૨૩/૦૫/૨૦૨૨નાં રોજ ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ, પેરોલ ફર્લો સ્ટાફનાં માણસો પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં મિલ્કત સંબંધી ગુન્હાઓનાં શકદારોની તપાસમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન પાલીતાણા તળેટી રોડ ખાતે આવતાં હેડ કોન્સ જે.એ.લાંગાવદરાને બાતમીરાહે હકીકત મળેલ કે, પાલીતાણા તળેટી ખોડીયારગાળામા રહેતો પ્રકાશભાઇ ભીખાભાઇ વાઘેલા એક સફેદ કલરનુ એક્ટીવા મો.સા લઇને તળેટી તરફ જઇ રહેલ છે અને તે મો.સા તેને ચોરી અથવા છળકપટથી મેળવેલ છે. જે બાતમી આધારે વોચમાં રહેતા પ્રકાશભાઇ ભીખાભાઇ વાઘેલા ઉ.વ- ૨૧ ધંધો છુટક મજુરી-રહે ખોડીયાર ગાળો, તળેટી, પાલીતાણા જી.ભાવનગરવાળો શંકાસ્પદ એકટીવા સ્કુટર સાથે મળી આવેલ. તેમજ મજકુર પાસેથી આ સ્કુટર સીવાય એક ટી.વી.એસ કં૫નીનું સ્ટાર સીટી મો.સા પણ મળી આવતા જે બંન્ને મો.સા/સ્કુટરના આધાર કે રજી.કાગળો માંગતાં તે ફર્યુ-ફર્યું બોલતો હોય. આ સ્કુટર/મો.સા તેણે ચોરી અગર તો છળકપટથી મેળવેલ હોવાનું જણાય આવતા Cr.p.c ૧૦૨ મુજબ તપાસ અર્થે કબ્જે કરી મજકુરને હસ્તગત કરી પાલીતાણા ટાઉન પો.સ્ટે ખાતે સોંપી આપવામાં આવેલ.
મળી આવેલ મુદામાલ :-
1. એક્ટીવા સ્કુટર એન્જીન નંબર:-JF92E-D0023402 તથા ચેસીસ નંબર :- ME4JF921FKDO23491. જે એક્ટીવાની કિ.રૂ-૨૦,૦૦૦/- ગણી
2. એક ટી.વી.એસ કં૫નીની સ્ટાર સીટી મો.સા રજી નંબર:-GJ-05-FB-7321ની કિ.રૂ ૧૫,૦૦૦/- ગણી
ડીટેકટ થયેલ ગુનો :-
1. પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનમા પાર્ટ-એ ગુ.ર.નં-૧૧૧૯૮૦૪૨૨૨૦૪૧૨/૨૦૨૨ આઇ.પી.સી ૩૭૯ મુજબ
આમ, ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લોનાં સ્ટાફને વાહન ચોરીનો ગુન્હો શોધી કાઢવામાં મહત્વની સફળતા મળેલ.
કામગીરી કરનાર પોલીસ સ્ટાફઃ-
પોલીસ ઇન્સ. શ્રી એસ.બી.ભરવાડ, પોલીસ સબ ઇન્સ. શ્રી પી.આર.સરવૈયા,પો.હેડ કોન્સ. જે.એ.લાંગાવદરા
પો.કોન્સ. બીજલભાઇ કરમટીયા, પો.કોન્સ હરીચંન્દ્રસિહ ગોહીલ તથા પેરોલ ફર્લો સ્કોડના અના.હેડ કોન્સ. હરેશભાઇ ઉલવા તથા પો.કોન્સ. શક્તિસિંહ સરવૈયા
રિપોટ બાય અલ્પેશ ડાભી બ્યુરો ચીફ ભાવનગર