- સમગ્ર વિશ્વ કોરોનાના મહામારીના સકંજામાં સપડાયું છે ત્યારે લોકો આ બીમારી પ્રત્યે સજાગ અને સ્વસ્થ્ય રહે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે તેના જ એક ભાગરૂપે જામનગર જિલ્લા ભાજપ મહિલા મોરચા દ્વારા જામનગર જિલ્લાના લાલપુર તાલુકો, ધ્રોલ નગર પાલિકા, ધ્રોલ તાલુકા, જામ જોધપુર નગર પાલિકા, કાલાવડ નગર પાલિકા, સિકા નગર પાલિકા, જામનગર તાલુકામાં ઘેર ઘેર જઈ માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું. જામનગર જિલ્લા મહિલા પ્રમુખ સુધાબેન વિરડીયા, મહામંત્રી કાજલબેન સંઘાણી તેમજ મંત્રી નીલમબેન શ્રીવાસ્તવ સાથે ઉપસ્થિત કાર્યકરો ઘેર ઘેર જઈ ગૃહિણીઓ, મહિલાઓ, યુવતીઓ, વડીલો, વૃદ્ધગણ, પોલીસ કર્મીઓને પત્રિકા સાથે માસ્ક વિતરણ કરી માસ્ક અવશ્ય પહેરવાની અપીલ કરવામાં આવી હતી. અત્યાર સુધી આશરે 2 હજાર થી વધુ માસ્ક વિતરણ કરવામાં આવ્યું છે અને આવનાર દિવસોમાં બાકી રહેલા અન્ય તાલુકામાં પણ આ કાર્યક્રમ યોજવામાં આવશે.