જામનગર: સામાન્ય રીતે પોલીસ નામ પડે એટલે તેમના પ્રત્યેનો તિરસ્કાર અને ભયનો ભાવ ચહેરા પર છવાઈ જાય. પરંતુ એ જ પોલીસ જ્યારે પ્રમાણિકતાનું કાર્ય કરે ત્યારે તેમના પ્રત્યે સન્માનનો ભાવ ઉભરી આવે. જામનગર પોલીસ ના કર્મી દ્વારા પણ આવું પ્રમાણિકતાનું ઉદાહરણ આપી જામનગર પોલીસનું ગર્વ વધાર્યું છે.
જામનગર બી ડિવિઝનના તાબા હેઠળ આવેલ હનુમાન ગેટ પો. ચોકીમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ડ્યૂટી બજાવતા રમેશભાઈ પરમાર ગઈ કાલે ચોકીની સામે બુટ પોલિશ કરાવવા જઇ રહ્યા હતા ત્યારે રસ્તામાંથી 20 હજારથી વધુ કિંમતનો મોબાઈલ મળી આવ્યો હતો તેમણે મોબાઈલ લઈ જઈ જેનો મોબાઈલ છે તેને પરત કરવાના પ્રયાસ કર્યા હતા તે દરમ્યાન જેમનો મોબાઈલ છે તે વિજયભાઈ કણઝારિયા જેઓ સિક્કા ડીસીસી કોલોનીમાં રહે છે તેમનો કોલ આવતા તેમને ખરાઈ કરી ચોકી પરથી મોબાઈલ લઇ જવા જણાવ્યું હતું અને મોબાઈલ પરત કર્યો હતો. વિજયભાઈ દ્વારા પોલીસની પ્રમાણિકતાને બિરદાવતા તેમનો આભાર માન્યો હતો. આમ પોલીસ પણ એક માનવ હૃદય ધરાવે જ છે જે માનવતા સાથે સાથે કાયદાનું પણ સંચાલન કરતી હોય છે. તમામ પોલીસ ખરાબ હોય તેવી માન્યતા ખોટી છે. આપણે પોલીસને સહકાર આપીએ તો એ પણ આપે જ કેમ કે એ પણ માનવ જ છે. પોલીસ માટે માનવતા અને પ્રમાણિકતા માટે જામનગર પોલીસ માટે આ ગર્વની બાબત કહી શકાય. એક સલામ તો જામનગર પોલીસના આ કર્મી માટે બને છે..