Breaking NewsCrime

જાહેરમાં તીનપતીનો જુગાર રમતાં કુલ-૦૪ ઇસમોને રોકડ રૂ.૧૧,૨૫૦/-નાં મુદામાલ સાથે ઝડપી લેતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ, ભાવનગર

➡ પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબ,ભાવનગર રેન્જ,ભાવનગર તથા  પોલીસ અધિક્ષક શ્રી, જયપાલસિંહ રાઠોડ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી વી.વી. ઓડેદરા તથા પો.સબ.ઇન્સ. શ્રી એન.જી. જાડેજા તથા પો.સબ ઇન્સ. શ્રી પી.આર. સરવૈયા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તાર માંથી દારૂ/જુગારની પ્રવૃતિ નેસ્તનાબુત કરવા સખત સુચના આપેલ.

➡ આજરોજ એલ.સી.બી. સ્ટાફનાં માણસો ભાવનગર શહેરનાં બોરતળાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઉપરોકત સુચના અનુસંધાને પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન ભાવનગર,કુંભારવાડા,નારી રોડ,અવેડા પાસે આવતાં હેડ કોન્સ. વનરાજભાઇ ખુમાણ તથા જયરાજસિંહ જાડેજાને સંયુકત રીતે બાતમીરાહે હકિકત મળેલ કે, ભાવનગર,કુંભારવાડા, નારી રોડ,રામદેવ નગર,બાપાની મઢુલી પાસે જાહેર જગ્યા માં આવેલ સ્ટ્રીટ લાઇટનાં અંજવાળે માણસો ભેગા થઇ ગોળ કુંડાળુ વળી ગંજીપતાનાં પાનાં વડે તીનપતીનો હારજીતનો જુગાર રમે છે. આ ચોક્કસ બાતમી આધારે સ્ટાફનાં માણસોએ બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતાં જાહેરમા સ્ટ્રીટ લાઇટનાં અંજવાળે પૈસા-પાના વતી તીનપતીનો હારજીતનો જુગાર રમતા નીચે મુજબનાં માણસો ગંજીપતાનાં પાના તથા રોકડ રૂ.૧૧,૨૫૦/-નાં મુદ્દામાલ મળી આવેલ.
💫 વિક્રમભાઇ પુંજાભાઇ ડાભી ઉ.વ.૪૮ ધંધો-મજુરી રહે.વાંદરી ચોક, કેન્દ્દનાં ખુણા પાસે,કુંભારવાડા, ભાવનગર

💫 નરેશભાઇ વશરામભાઇ મેર ઉ.વ.૩૦ ધંધો-મજુરી રહે.શેરી નંબર-૨, રામદેવનગર, કુંભારવાડા,નારી રોડ, ભાવનગર

💫 ગુલાબભાઇ ગભરુભાઇ બારૈયા ઉ.વ.૪૫ ધંધો-મજુરી રહે.શેરી નંબર-૨, રામદેવનગર, કુંભારવાડા,નારી રોડ, ભાવનગર

💫 કમલેશભાઇ ભુપતભાઇ ડાભી ઉ.વ.૩૦ ધંધો-હિરા ઘસવાનો રહે.કૈલાશવાડી પાછળ, માઢીયા રોડ, કુંભારવાડા, ભાવનગર

➡ આ સમગ્ર કામગીરીમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી વી.વી. ઓડેદરા,પો. સબ ઇન્સ. શ્રી એન.જી. જાડેજા, પો. સબ ઇન્સ. શ્રી  પી.આર. સરવૈયાની સુચના અને માર્ગદર્શન અનુસાર એ.એસ.આઇ. મહિપાલસિંહ ગોહિલ હેડ કોન્સ. વનરાજભાઇ ખુમાણ, ભહિપાલસિંહ ચુડાસમા,જયરાજસિંહ જાડેજા તથા પો.કો.જયદિપસિંહ ગોહિલ એ રીતેના સ્ટાફના માણસો જોડાયા હતાં.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ચોરી થયેલ એકટીવા સ્કુટર સાથે એક ઇસમને ઝડપી પાડી વાહન ચોરીનો ગુન્હો શોધી કાઢતી પેરોલ ફર્લો સ્કવોડ ભાવનગર.

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી ડો.હર્ષદ…

1 of 358

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *