હવે GNG ગાડીમાં આગ લાગશે તો નહી જાય જીવ
કપિલ પટેલ દ્વારા અરવલ્લી
રાજ્યમાં અને દેશમાં ગાડીમાં આગ લાગવાના અનેક બનાવો સામે આવે છે અને તેના અનેક જીંદગીઓ હોમાઈ જતી હોય છે તેવામાં અરવલ્લી જિલ્લાના એક શિક્ષકે અનોખું સંશોધન કર્યું છે.મોડાસા તાલુકાના મોતીપુરા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા અને મૂળ જંબુસર ગામના વતની શિક્ષક વિજય કુમાર જેઠાભાઈ પ્રજાપતિએ એક અલગ પ્રકારનું સંશોધન કર્યું છે જેનાથી અનેક જીંદગીઓ બચી જશે.સામાન્ય રીતે આપણે જોતા હોઈએ છે કે CNG કારમાં એકાએક આગ લાગવાના બનાવો સામે આવતા હોય છે જેના કારણે અનેક લોકો જીવ પણ ગુમાવતા હોય છે.
ખાસ હવે ઉનાળાની શરૂવાત થઈ રહી છે તેવામાં CNG ગાડીમાં આગ લાગવાના અનેક બનાવો પણ સામે આવશે.ગાડી માં આગ લાગવાથી હજુ વધુ જીંદગીઓ હોમાય તે પહેલાજ અરવલ્લીના શિક્ષક વિજય કુમાર જેઠાભાઈ પ્રજાપતિએ એક અનોખું સંશોધન કર્યું છે જેની નોંધ રાજ્ય સરકાર દ્વારા પણ લેવામાં આવી છે.શિક્ષક વિજય પ્રજાપતિએ કરેલા સંશોધન અનુસાર હવે કોઈપણ CNG કારમાં આગ લાગશે તો જીવ નહી જાય.CNG કારમાં આગ લાગશે તો ઓટો મેટિક આગ પર કાબૂ મેળવાશે જેથી માનવ જિંદગી બચશે.આગ લાગતાંની સાથે ગાડીમાં પાણીના ફુવારા શરૂ થઈ જશે.વિજ્ઞાન મેળામાં આ પ્રદશનને પ્રથમ નંબર અપાયો છે.શિક્ષક વિજય પ્રજાપતિ ને પહેલા તાલુકા પછી જિલ્લામાં પ્રથમ નંબર મળ્યો છે અને હવે રાજ્ય કક્ષાએ પણ વિજય પ્રજાપતિનું પ્રદશન મુકાશે.વિજય પ્રજાપતિ દ્વારા બનાવવામાં આવેલી આ ટેકનોલોજીની રાજ્ય સરકારે પણ નોધ લીધી છે અને હવે રાજ્ય અને કેન્દ્રમાં પણ આ સંશોધન ને મૂકવામાં આવશે જેથી CNG ગાડીમાં આગ લાગવાના બનાવો તો અટકશે સાથેજ અનેક જીંદગીઓ પણ બચી જશે