લોકનૃત્ય,સમૂહ ગીત , ભજન અને લગ્ન ગીત માં શ્રેષ્ઠ દેખાવ .
30 ઉપરાંત ના બાળકોએ ભાગ લીધો.
કપિલ પટેલ દ્વારાઅરવલ્લી
અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે જિલ્લા રમત-ગમત અધિકારીશ્રીની કચેરી આયોજિત જિલ્લા બાળ પ્રતિભા શોધ સ્પર્ધા તાજેતરમાં મોડાસા ખાતે કે.એન.શાહ હાઇસ્કુલમાં યોજાયેલ.જેમાં મેઘરજ તાલુકાની લાલપુર (કુ)પ્રાથમિક શાળાના 30 ઉપરાંત ના બાળકોએ જિલ્લાકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધામાં ભાગ લીધેલ.સ્પર્ધાઓમાં લોકનૃત્ય માં જાનકીબા રાઠોડ, હેતલબા રાઠોડ અને પ્રદીપસિંહ રાઠોડ રોહિતસિંહ રાઠોડ સહિત 16 બાળકોએ આદિવાસી લોક નૃત્ય કરેલ. જ્યારે સમૂહ ગીત ભાવના રાવળ પાર્વતીબા રાઠોડ સહિત આઠ બાળકોએ રજૂ કરતાં તે જિલ્લા કક્ષાએ પ્રથમ નંબર પ્રાપ્ત કરી જિલ્લાકક્ષાએ પસંદગી પામેલ. ઉપરાંત લોકગીતમાં અનિલ રાવળ, ભજનમાં પાયલ રાવળ અને પીનલબા રાઠોડ પ્રથમ સ્થાન અને લગ્ન ગીત માં રીના રાવળ જ્યારે લોકગીતમાં રવિ રાવળે દ્વિતીય સ્થાન હાંસલ કરી શાળા અને તાલુકા નું ગૌરવ વધારતા સી.આર.સી કો-ઓર્ડીનેટર જીતેન્દ્ર રાઠોડ અને બી.આર.સી કો. ઓર્ડીનેટર દિલીપભાઈ પટેલએ બાળકો તથા માર્ગદર્શક શિક્ષકો રીટાબેન પારગી,પ્રફુલબાળા ખરાડી અને જશુબેન ખોખરીયા સહિત આચાર્ય દિનેશભાઈ અને સફળ બાળકોને અભિનંદન પાઠવ્યા હતા આમ નાની શાળાએ પાંચ સ્પર્ધાઓમાં પ્રથમ અને બે સ્પર્ધાઓમાં દ્વિતીય સ્થાન મેળવી પોતાના કલા કૌશલ્ય નું દર્શન કરાવ્યું હતું.