➡ ભાવનગર રેન્જ, ભાવનગરના પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી વી.વી.ઓડેદરા, પો.સબ.ઇન્સ. શ્રી એન.જી.જાડેજા, પી.આર.સરવૈયા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને શહેર/ ગ્રામ્ય વિસ્તારોમાં પેટ્રોલીંગ કરી દારૂ/ જુગારની પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુદ કરવા સુચનાઓ આપેલ હતી.
➡ ભાવનગર,એલ.સી.બી. સ્ટાફનાં માણસો શરૂ રાત્રીનાં નાઇટ રાઉન્ડમાં હતાં. તે દરમ્યાન હેડ કોન્સ. જયદાનભાઇ લાંગાવદરા તથા પો.કોન્સ. બીજલભાઇ કરમટીયાને બાતમીરાહે હકીકત મળેલ કે, રવિરાજસિંહ ઉર્ફે પીન્ટુભાઇ પ્રવિણસિંહ સરવૈયા રહે.નવા સાંગાણા તા.તળાજા જી.ભાવનગરવાળાની વોરા વાડી તરીકે ઓળખાતી વાડીએ ભારતીય બનાવટનો વિદેશી દારૂનો મસમોટો જથ્થો ઉતારેલ છે અને તે હાલ દારૂનો જ્થ્થો હેરાફેરી કરવાની પેરવીમા છે. તેવી ચોક્કસ અને સચોટ બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતાં (૧) રવિરાજસિંહ ઉર્ફે પીન્ટુભાઇ પ્રવિણસિંહ સરવૈયા ઉ.વ.૩૫ ધંધો-ખેતી રહે.નવા સાંગાણા તા.તળાજા જી.ભાવનગર (૨) હર્ષદભાઇ દેવાભાઇ ગોહિલ ઉ.વ.૨૮ ધંધો-હિરાનો રહે. રામાપીરના મઢી પાસે,કુંઢેલી તા.તળાજા જી.ભાવનગરવાળાઓ હાજર મળી આવેલ. આ વાડીના ફરજાની બાજુમાં આવેલ નીરણના પુળાઓ ઉંચકાવી જોતાં નીચેથી ભારતીય બનાવટનાં વિદેશી દારૂ મેકડોવેલ્સ નં.૧ સુપરીયર વ્હીસ્કી ઓરીજનલ ૭૫૦ ML ફોર સેલ ઇન હરિયાણા ઓન્લી લખેલ કાચની કંપની સીલપેક બોટલ નંગ-૯૪ ભરેલ પેટીઓ-૦૮ મળી આવેલ.જે એક બોટલની કિ.રૂ. ૩૭૫/- લેખે બોટલ નંગ-૯૪ની કિ.રૂ. ૩૫,૨૫૦/- ગણી મુદ્દામાલ તપાસ અર્થે કબ્જે કરવામાં આવેલ.આ બંને ઇસમોને કોરોના-૧૯નો રીપોર્ટ કરાવવા અને અટક કરવા માટે હસ્તગત કરવામાં આવેલ. આ અંગે તળાજા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એકટ હેઠળની કલમો મુજબ ફરિયાદ દાખલ કરાવવામાં આવેલ છે.
➡ આ સમગ્ર કામગીરીમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ.શ્રી વી.વી.ઓડેદરા સાહેબ તથા એન.જી.જાડેજા, સાહેબની સુચના અને માર્ગદર્શન અનુસાર હેડ કોન્સ. જયદાનભાઇ લાંગાવદરા,નરેશભાઇ બારૈયા,અરવિંદભાઇ બારૈયા,બીજલભાઇ કરમટીયા તથા શકિતસિંહ સરવૈયા એ રીતેના સ્ટાફના માણસો જોડાયા હતાં.