અમદાવાદ: ઇન્ડિયા@75 BRO મોટરસાઇકલ રેલી 2021એ દેશભરના ચારેય ખૂણા અને સરહદી વિસ્તારોમાં તેમની સફર દરમિયાન અંદાજે 17,000 કિમીનું અંતર કાપ્યા પછી 16 ડિસેમ્બર 2021ના રોજ અમદાવાદ ખાતે આવી પહોંચી હતી. આ અંતર તેમણે છ લેગમાં પૂરું કર્યું છે અને 17 ડિસેમ્બર 2021ના રોજથી તેના અંતિમ અને 7મા લેગનો આરંભ થયો છે.
આ રેલીએ શાહીબાગ ખાતે કેન્દ્રીય વિદ્યાલય નં-1ના શાળાના વિદ્યાર્થીઓ સાથે અને સરકારી પોલિટેકનિકના NCCના કેડેટ્સ સહિત યુવાનો સાથે સંવાદ કરીને દેશના દૂરસ્થ સરહદી વિસ્તારોમાં BRO એ વિકાસના કાર્યોમાં પ્રાપ્ત કરેલી સિદ્ધિઓ અને દેશભક્તિની ભાવનાને ફરી જગાવી હતી અને તેના નિવૃત્ત કર્મીઓ દ્વારા આપવામાં આવેલા સર્વોચ્ચ બલિદાન વિશે પણ તેમને માહિતગાર કર્યા હતા. રેલીએ યુવાનોમાં BROમાં રહેલી કારકિર્દીની તકો વિશે પણ જાગૃતિ ફેલાવી હતી. બાબા સીતારામ સિનિયર સિટીઝન પાર્ક ખાતે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સેંકડો વૃદ્ધ નાગરિકોએ કાર્યક્રમનો લાભ લીધો હતો. મેડિકલ કેમ્પમાં સુલુર હેલિકોપ્ટર દુર્ઘટનાના પીડિતોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી જેમાં દિવંગત CDS જનરલ બિપીન રાવત અને અન્ય 13 લોકો સામેલ હતા.
આ રેલીને આવતીકાલે આર્મી પબ્લિક સ્કૂલ ગ્રાઉન્ડ ખાતેથી મુખ્ય અતિથિ ગોલ્ડન કટાર ડિવિઝનના જનરલ ઓફિસર કમાન્ડિંગ (GOC) મેજર જનરલ મોહિત વાધવા દ્વારા ઝંડી બતાવીને કરવાના કરવામાં આવશે અને તેઓ ભૂજ, બારમેર અને બિકાનેરના રણ તેમજ અમૃતસર અને ફિરોઝપુરના મેદાની પ્રદેશમાં થઇને 25 ડિસેમ્બર 2021 સુધીમાં રાષ્ટ્રીય રાજધાની પહોંચશે