કપિલ પટેલ દ્વારા અરવલ્લી
ભારત દેશ આદિકાળથી સંતોની પાવન ભુમિ માં સનાતન ધર્મ ને અનુસરી રહ્યો છે ગુરુઓ અને સંતો દ્વારા મળેલ વારસાગત સંસ્કારો નું સિંચન આપણા સમાજમાં ધાર્મિક ગુરુજીઓ દ્વારા અને શાળાઓમાં શિક્ષકો દ્વારા પીરસાઈ રહ્યું છે એવામાં ધનસુરા ઓધવ વિદ્યામંદિર ખાતે માતૃ પિતૃ પુજન દિવસ ઉજવાયો હતો. બાળકો માં બાલ્યાવસ્થા થી જ ઉત્તમ સંસ્કારો નું સિંચન થાય તે માટે માતૃ પિતૃ પુજન દિન ની ઉજવણી કરવામાં આવી હતી. બાળકો એ માતા પિતા નું પુજન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.ભારતીય સંસ્કૃતિ ને ઉજાગર કરવા હેતુ માતૃ-પિતૃ પૂજન દિવસ નું આયોજન કર્યું હતું જેમાં સમાજના ઉપપ્રમુખશ્રી ઈશ્વરભાઈ પટેલ, સમાજના મંત્રી શ્રી ભરતભાઇ પટેલ સમાજના દાતા શ્રી ડાહ્યાભાઈ પટેલ અને ઓ.વી.એમ. ના સેક્રેટરીશ્રી નરેન્દ્રભાઇ પટેલ તેમજ ભૂદેવોની હાજરીમાં ખૂબ મોટી સંખ્યામાં વાલીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.શિક્ષણ સમિતિના સભ્યો અને સમાજના હોદ્દેદારો તેમજ આમંત્રિત મહેમાનશ્રીઓ એ શાળાના આચાર્યશ્રી જીજ્ઞેશભાઈ પટેલ અને શાળા પરિવારને આ કાર્યક્રમનું સફળ સંચાલન કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.