બનાસકાંઠા: નડાબેટ ખાતે ‘સીમા દર્શન પ્રોજેક્ટ’ના ઉદઘાટન પૂર્વે કેન્દ્રિય ગૃહ મંત્રીશ્રી અમિતભાઇ શાહે નડેશ્વરી માતાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ચૈત્રી નવરાત્રી અંતિમ દિવસ રામનવમીના પાવન અવસરે નડેશ્વરી માતાજીના દર્શન કરી કેન્દ્રિય ગૃહ મંત્રીશ્રીએ દેશની સુરક્ષા અને અખંડિતતા માટે પ્રાર્થના કરી હતી.
આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલ અને પ્રવાસન મંત્રીશ્રી પૂર્ણેશભાઇ મોદી પણ દર્શનાર્થે જોડાયા હતા.
કેન્દ્રિય ગૃહ મંત્રીશ્રી અમિતભાઇ શાહનું સીમા જનકલ્યાણ સમિતિના હોદ્દેદારો દ્વારા શાલ અને સ્ટેચ્યુ ઑફ યુનિટીની પ્રતિકૃતિ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યુ હતુ.