કપિલ પટેલ દ્વારા અરવલ્લી
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના દલપુર નનાનપુર વિસ્તારમાં સરકારી જમીન નજીક આને અંબુજા એકસપોર્ટ લી.ની કંપની પાસે ચાલતી હોટલો અને નેશનલ હાઇવે નંબર આઠ થી અંબુજા રોડ જતા ચાલતી બિનઅધિકૃત રીતે ચલાવાતા ઈંડા ની લારી વગેરે નાં કારણે આ પંથકમાં કોરોના મહામારી માં ભયાનક પરિસ્થિતિ ઉભી થવા પામી છે તેમજ સરકારી જમીન ખરાબા ગૌચર પાસે રોડ નજીક ચાલતી બે રોકટોક હોટલો માં ગંદકી ના કારણે રોગચારો ફેલાવાની તેમજ નજીકમાં જ દેશી દારૂ ના વેચાણના કારણે આ વિસ્તારમાં જુદી જુદી બદીઓએ માઝા મૂકી છે .અહીં નજીકમાં જ વૃન્દાવન સંસ્થામાં આવતા બાળકો નાની નાની બાળાઓ ઉપર આવી માઠી અસરો પડી છે અને સામાજિક તત્વોનો પણ ત્રાસ વધ્યો છે રાત્રે બહેન બેટીયુને અહીંથી એટલે કે નેશનલ હાઇવે થી અંબુજા તરફ આને નનાનપુર થી વૃંદાવન સંસ્થા તેમજ અંબુજા આવવું જવું પણ ભયજનક હોવાનું લોકો જણાવી રહ્યા છે તેમજ ઉઘાડેછોગ દારૂ ના વેચાણના કારણે તેમજ બાનઅધિકૃત રીતે ચાલતી દુકાનો હોટલો નૈનવેઝ ઈડાની લારીઓ બંધ કરાવવા માટે જનતા ની માંગ ઉઠવા પામી છે તેમજ સરકારી જમીન માં બિઅધિકૃત રીતે રહેતા તમામ લોકોને અહીંથી હટાવ ના માટેની પણ ગામના લોકોની આને પંથકજનોની માંગ ઉઠવા પામી છે .આ અંગે જિલ્લા કલેકટર . સાબરકાંઠા એસ.પી મામલતદાર પ્રાંતિજ નાયબ કલેકટર શ્રી પ્રાંતિજ કંઈક નક્કર પગલાં લઈ યોગ્ય કરાવે એવી લોકોની માંગણી ઉઠવા પામી છે. આ અંગે એક સામાજિક કાર્યકર દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે