રિપોર્ટિંગ આનંદ ગુરવ સુરત
સુરતના પાંડેસરા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારના તમામ એન્ટ્રી અને એક્સિટ મળી કુલ અલગ અલગ દસ પોઇન્ટ પર રાત્રિ 9 થી 11 વાગ્યા સુધી વાહન ચેકીંગ કોમ્બિગ કરવામાં આવી હતી. જેમાં નાયબ પોલીસ કમિશનર -૩ સાગર બાગમાર, એસીપી એફ ડિવિઝન આર એલ માવાણી,તથા પાંડેસરા પીઆઇ એ પી ચૌધરી અને પાંડેસરા તથા ઝોન -૩ માણસો સાથે મળી કુલ ૯ પીએસઆઈ અને ૮૦ પોલીસના માણસોને રિફલેકટર જેકેટ અને બટન લાઈટ સાથે યોગ્ય રીતે બેરિકેટિંગ કરી કુલ ૭૨૫ વાહનો સઘન રીતે ચેકીંગ કરી કામગીરી કરવામાં આવેલ છે જેમાં નંબર પ્લટ વગર તથા ફોલ્ડિંગ નંબર પ્લેટ વાળા વાહનો ૧૩૨ વાહનો ડીટેન કર્યા, કાળા કાચના વાહનચાલકો વિરૂદ્ધ ૧૯ કેસો,ત્રણ સવારી ચાલકો વિરુદ્ધના ૪૧ કેસો,જી.પી.એક્ટના ૯ કેસો,એમ.વી.એક્ટના ૧૧ કેસો, પ્રોહિવીસન ૩ કેસો અને કુલ ૧૩૬૦૦ રૂપિયાનો સ્થળ પર દંડ વસૂલવામાં આવ્યો હતો.
વાહન ચેકીંગનો મુખ્ય હેતુ ક્રાઇમ ને નિયંત્રણમાં લાવી શકાય.જેમ કે રાત્રિ દરમિયાન વાહન ચેકીંગ કરતી વેળાએ રાત્રિના સમયે અસામાજિક તત્વો લુખ્ખા તત્વ બાઈક પર ત્રણ સવારી બેસાડી રોડ પર નીકળતા હોય છે.તે રાત્રિના સમય ગુનાને અંજામ આપતા હોય.તેવા અસામાજિક તત્વોને વાહન ચેકિંગ દરમિયાન ડીટેન કરી શકાય તે હેતુથી વાહન ચેકિંગ હાથ ધરવામાં આવી હતી
સુરતના પાંડેસરા વિસ્તારમાં રાત્રિ દરમિયાન વાહન ચેકીંગ હાથ ધરવામાં આવી હતી..
વાહન ચેકિંગ દરમિયાન ઝોન -૩ ડીસીપી, એફ ડિવિઝન એસીપી, પી આઈ સહિત તમામ પોલીસ સ્ટાફ વાહન ચેકિંગમાં જોતરાયા હતા..
રાત્રિ વાહન ચેકિંગ દરમિયાન ૭૨૫ વાહનો સઘન રીતે ચેકીંગ કરી…
વાહન ચેકિંગ દરમિયાન 13600 સ્થળ પર દંડ વસૂલવામાં આવ્યો હતો..