Breaking NewsLatest

નિરસતા જીવનનો દુકાળ છે: મોરારીબાપુ જનકપુરધામની” માનસ જય સીયારામ” કથાનો બીજો દિવસ

જનકપુરધામ (તખુભાઈ સાંડસુર)
નેપાળના જનકપુર ધામ ખાતે પ્રારંભ થયેલી “માનસ જય સીયારામ” રામકથાના દ્વિતીય દિવસે પુ.મોરારીબાપુએ કથામાં પ્રવેશ કરતાં કહ્યું કે આજે એક જિજ્ઞાસુએ રાવણ અંગેનો પ્રશ્ન કર્યો છે. પરંતુ આ મિથિલા નગરીમાં આપણે રાવણને શા માટે યાદ કરીએ ? આપણે કરવું જ હોય તો કિશોરીજી એટલે કે માં જાનકીનું સ્મરણ કરીએ ! તેમ છતાં રાવણ પર વાત કરવી હોય કહી શકાય કે રાવણમાં તેના દસ મસ્તક એટલે પાંચ ગુણ અને પાંચ મર્યાદાઓ હતી. જેમાં રાવણ બળવાન, બુદ્ધિમાન,વિદ્યાવાન, ધર્મવાન, ધનવાન હતો.તો તે શીલવાન,નીતિવાન, ભક્તિવાન રૂપવાન અને ગુણવાનનો ન હતો તે તેના અવગુણ કે મર્યાદા તરીકે ગણી શકીએ.રાવણના જીવન પર તર્ક કરી શકાય તેમ નથી.જે ગામમાં દુકાળ પડયો હોય ત્યાં લોકો પાપ પરાયણ થયાં હોય ત્યારે દુકાળ પડે ! રામકથા સમરસતાનો વરસાદ છે. અને નિરસતા એ જીવનનો દુકાળ છે. જ્ઞાનથી સદ્શ કોઈ પવિત્ર નથી. રામ શ્રેષ્ઠ બળ છે અને તે મધુર મનોહર મંગલહારી છે. રામ યશ મધુર છે. રાધા પ્રેમિકા છે પરંતુ માં જાનકી તે સેવિકા છે. અને તેથી કિશોરીજીનું મહત્વ ઠાકુરથી અધિક નથી.
વિશ્વામિત્રનુ મિથિલા નગરીમાં બંને ભાઈઓ સહિત આગમન અને ત્યારબાદ મિથિલા વાસીઓની, માં જાનકીની મનોસ્થિતિનું વર્ણન આજે સુચારુ રીતે કથામાં પ્રવાહીત થયું. રામના સૌંદર્યનાની પ્રશંસા અને તેનો પ્રભાવએ મિથીલાવાસીઓમાં કેવો હતો તે ઉદાહરણોથી પૂજ્ય બાપુએ સર્વોપરી રીતે સ્થાપિત કર્યું, ત્યારે તાળીઓના ગુંજથી ઉપસ્થિત સ્થાનિકોએ સમિયાણો ભરી દિધો.


પુ. બાપુએ તેમાં વધુ ઉમેરો કરતાં જણાવ્યું કે જ્યાં ભક્તિ હોય ત્યાં મોસમ પણ બદલાઇ શકે છે. માં જાનકી ભક્તિ છે તેથી અહીં માત્ર સુંદરવનમાં ફેરફાર થતો રહે છે.સમગ્ર મિથિલા નગરીની આબોહવા પરિવર્તનીય લાગે.જનકપુર ધામમાં આજે સવારે વહેલી સવારથી ઝરમર વરસાદ શરૂ થયો હતો.બાપુએ કથામાં તેનો ઉલ્લેખ કરીને કહ્યું કે સવારમાં મેં વાતાવરણ જોયું તો મને થોડી ચિંતા થઈ. પછી મેં મનને મનાવી લીધું કે આપણે શા માટે ચિંતા કરવી કરવાવાળો ઉપરવાળો છે.આખરે સંયોગો ઉપરવાળો નક્કી કરે છે. લગભગ આઠ થતાં વરસાદ થંભી ગયો હતો.


આજની કથામાં જનકપુરધામના અને આસપાસના પહાડી વિસ્તારના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.યજમાનશ્રી રમેશભાઈના પરિવાર દ્વારા ખૂબ સુચારું વ્યવસ્થા બધાં જ શ્રાવકો માટે કરવામાં આવી છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ભાવનગર ખાતે જિલ્લા કલેકટરશ્રી આર.કે.મહેતાના અધ્યક્ષસ્થાને રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક યોજાઈ

ભાવનગર જિલ્લા કલેકટરશ્રી આર.કે.મહેતાના અધ્યક્ષસ્થાને આજે જિલ્લા કલેકટર કચેરીના…

ચોરી થયેલ મોબાઇલ ફોન-૦૪ કિ.રૂ.૨૮,૪૯૯/-ના મુદ્દામાલ સાથે ચાર ઇસમોને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી…

1 of 681

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *