ગુજરાતમાં પંચાયત વિભાગ દ્વારા કરવામાં આવતી ગ્રામસેવક ભરતીમાં અગાઉ કૃષિ ક્ષેત્રના ડિપ્લોમા અને BRSના વિદ્યાર્થી ઓને જ લાયક ગણવામાં આવતા હતા પરંતુ તા:૧૧.૦૧.૨૦૨૨ના જાહેરનામા દ્વારા ઉચ્ચ ડિગ્રીઓનો સમાવેશ કરી દેવામાં આવતા વિદ્યાર્થીઓ દ્વારા ભારે વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે ત્યારે પંચાયત મંત્રી દ્વારા એક ટીવી ઇન્ટરવ્યૂમાં આ બાબતે વધુ સ્પષ્ટતા ન કરતા બધાને તક આપવા માંગીએ છે તેવો ઉલ્લેખ કરી વિદ્યાર્થીઓની યોગ્ય માંગણીને નજરઅંદાજ કરવાનો પ્રયત્ન કર્યો હતો ત્યારે પંચાયત વિભાગ દ્વારા તાજેતરમાં અધિક મદદનીશ ઈજનેર(સિવિલ) વર્ગ-૩ની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવતા તેમાં માત્ર ડિપ્લોમા ઇન સિવિલ એન્જિનિયરિંગ લાયકાત રાખવામાં આવી છે અને આ બાબતે બી.ઇ સિવિલના વિદ્યાર્થીઓએ વિરોધ કરતા પંચાયત મંત્રીએ સ્પષ્ટતા કરી કે ડિપ્લોમા ઇન સિવિલના વિદ્યાર્થીઓ માટે સીમિત તકો હોવાથી તેમજ અધિક મદદનીશ ઈજનેર(સિવિલ) વર્ગ-૩ કક્ષાની ભરતી છે,તેમજ મર્યાદિત તકો હોવાથી માત્ર ડિપ્લોમા ઇન સિવિલ માન્ય રાખવામાં આવેલ છે,અને જે ઉચ્ચ ડિગ્રી ધારકો છે તેને વર્ગ-૧ અને ૨ માં વિપુલ તકો મળી રહે છે
આમ એક જ વિભાગની બે અલગ અલગ ભરતીઓમાં અલગ અલગ નીતિ જોવા મળતા કૃષિ ક્ષેત્રના ડિપ્લોમા અને BRSના વિદ્યાર્થીઓએ પંચાયત મંત્રી સહિતનાઓને પત્ર તેમજ સોશિયલ મીડિયા માધ્યમથી રજુઆતો કરી રહ્યા છે કે અધિક મદદનીશ ઈજનેર(સિવિલ) વર્ગ-૩ની ભરતીમાં તમે સમજી શકતા હોવ કે ડિપ્લોમા માટે માત્ર સીમિત તકો છે તો ‘ગ્રામસેવક’ ભરતીમાં અમારી રજૂઆતને સમજીને કેમ ન્યાય નથી આપી રહ્યા વિશેષમાં વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે ગ્રામસેવક ભરતી માટે ૦૧.૦૧.૨૦૧૮ના નિયમ મુજબ ડિપ્લોમા અને BRSના વિદ્યાર્થીઓને લાયક ગણવામાં આવતા હતા તે વિદ્યાર્થીઓ માટે પણ માત્ર ગ્રામસેવક પૂરતી જ તક રહેલી છે અને આ બાબતે અનેક MP/MLA,વિદ્યાપીઠો તેમજ વિદ્યાર્થીઓ રજૂઆતો કરી ચુક્યા છે તેમ છતાં ન્યાય નથી મળી રહ્યો ત્યારે અધિક મદદનીશ ઈજનેર(સિવિલ)વર્ગ-૩ની જાહેરાત બાદ ખુદ પંચાયત મંત્રીશ્રી સ્વીકારે છે કે ડિપ્લોમાના વિદ્યાર્થીઓ માટે સીમિત તકો છે,તો બે અલગ અલગ ભરતીમાં એકને ગોળ અને એકને ખોળની નીતિ કેમ?માટે પંચાયત મંત્રી પાસે અમારી અડગ માંગણી છે કે ૧૧.૦૧.૨૦૨૨નું જાહેરનામું રદ કરી તા:૦૧.૦૧.૧૮ના RR પ્રમાણે ગ્રામસેવકની ભરતી કરી ન્યાય આપવામાં આવે
રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા