Breaking NewsLatest

બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સેવાદળ અને મહિલા કોંગ્રેસ સેવાદળ ની સહયોગી તાલીમ અંબાજી ખાતે કોંગ્રેસ સેવાદળ ના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી લાલજીભાઈ દેસાઈ ના અધ્યક્ષ સ્થાને યોજાઈ.

ગુજરાતના પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે આજે કોંગ્રેસ સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી લાલજીભાઈ દેસાઈએ ભાજપા અને આરએસએસ પર નિશાન સાધતા તેમણે પોતાના ભાષણ દરમિયાન જણાવ્યું હતું કે અમે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ દિલ્હીથી એકસૂત્ર લઈને ઓલ ઇન્ડિયામાં નીકળ્યા છીએ કે “પહેલે લડે થે ગોરો સે અબ લડેગે ચોરો સે ” તેમને પોતાના ભાષણ દરમિયાન એમ પણ જણાવ્યું હતું કે જ્યારે અંગ્રેજો વખતની લડાઈમાં પણ રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ ખૂબ જ મોટો ફાળો આપ્યો હતો અને અંગ્રેજોને દેશની બહાર કર્યા હતા એવી જ રીતે આવનારા સમયમાં રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ આ ચોરોને ગુજરાતની અંદર ધડ-મૂળસાફ થી સાફ કરી નાખશે. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે આજે ભારતની જનતા ગરીબી , બેકારી વધતા જતા ગેસના ભાવો , નવા આવેલ ક્રુર્સી કાયદાથી કિસાનો દિવસેને દિવસે પાયમાલ થતા જાય છે.

આ પ્રસંગે અંબાજી ખાતે આવેલ રબારી સમાજ ધર્મશાળા માં આ પ્રસંગને માન આપીને પધારેલ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. બપોર નો ટાઈમ હોવાથી ત્યાં જમવાની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.

આ પ્રસંગે અખિલ ભારતીય કોંગ્રેસ સેવા દળના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી લાલજીભાઈ દેસાઈ , અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સેવા દળના સંચાર સંયોજક મિત પટેલ , અખિલ ભારતીય કોંગ્રેસ સેવા દળ ના ઝારખંડ રાજ્યના પ્રભારીશ્રી દેવેન્દ્ર શર્માજી , અખિલ ભારતીય કોંગ્રેસ સેવા દળના મધ્યપ્રદેશના મુખ્ય કાર્યકારી આયોજક શ્રી દિનેભાઈ પાંડેજી તથા બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ જેસુંગ ભાઈ ચૌધરી બનાસકાંઠા જિલ્લા યંગ બ્રિગેડ કોંગ્રેસ અધ્યક્ષ ભીખાભાઈ કરગટા તમામ તાલુકા પ્રમુખ ઓ જીલ્લાના હોદ્દેદારો મોટી સંખ્યામાં સેવાદળ ના કાર્યકર બહેનો અને ભાઈઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આવનારા સમયમાં દરેક તાલુકા વાઇજ શિબિર અને કાર્યક્રમનું આયોજન થશે..

અંબાજી પ્રહલાદ પૂજારી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ગાંધીનગરના મહાત્મા મંદિરમાં ગુજરાત અને જાપાનના શિઝુઓકા પ્રીફેક્ચર વચ્ચે મૈત્રીનો નવો સેતુ રચાયો

ગાંધીનગર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે, ગુજરાત અને…

કુંભમેળાને હરીત કુંભ બનાવવા એક થાળી એક થેલા અભિયાનમાં પાલીતાણાથી 1100 થાળી અને 1100 થેલા મોકલવામાં આવશે

આગામી 13 જાન્યુઆરીથી પ્રયાગરાજ ખાતે કુંભ મેળો શરૂ થનારા છે ત્યારે પાલીતાણાથી એક…

સાવરકુંડલા ગાધકડા તેમજ ગણેશગઢ ગામના ખેડૂતોના પ્રશ્નોનું સુખદ સમાધાન કરાવતા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી કાછડીયા

અધિકારીઓ અને ખેડૂતો વચ્ચે સુમેળ ભર્યું સમાધાન કરાવી વિકાસને વેગ અપાવતા શ્રી જીતુ…

1 of 678

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *