જામનગર માં કોરોના મહામારીનાં લીધે સાવચેતીના ભાગ રૂપે લોક ડાઉન લગાવામાં આવેલ તે સમય ગાળાથી અત્યાર સુધીમાં જૂજ રક્તદાન કેમ્પના આયોજન થયેલ હોય કોરોના મહામારીમાં દર્દીઓને પ્લાઝમા આપવા તથા થેલેસેમિય નાં દર્દીઓ અને જરૂરિયાત મંદ દર્દીઓને મુશ્કેલીઓ પડી હતી તે જોતાં બ્રહ્મ શક્તિ ફાઉન્ડેશન દ્વારા મહા રક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું
જેમાં મુખ્ય મહેમાન સ્વામિનાાયણ સંપ્રદાય ના કોઠારી શાસ્ત્રી સ્વામી ચતુર્ભુજદાસજી અતિથિ વિશેષ તરીકે સમસ્ત બ્રહ્મ સમાજ જિલ્લા પ્રમૂખ પ્રફુલ ભાઈ વાસુ, શહેર પ્રમુખ આશિષ ભાઈ જોશી, મહાદેવ હર મિત્ર મંડળ ના પ્રમૂખ રાજુ ભાઈ મહાદેવ, યુવા કથાકાર જ્યોતિષ આચાર્ય રૂપેશ ભાઈ પુરોહિત, કેશુભાઈ વરોતરિયા, વિક્રમ ભાઈ ગોજિયા, વજસી ભાઈ વારોતરિયા, હસ્તે દીપપ્રાગટય કરી કાર્યક્ર્મ ની શરૂઆત કરી હતી
બ્રહ્મ શક્તિ ફાઉન્ડેશન ના આમંત્રણ ને માન આપી મહાનુભવો તથા રક્તદાતાઓ ઊપસ્થિત રહ્યા હતા જેમાં 53 બોટલ એકત્રીત કરીને, કોરોના મહામારી ના દર્દીઓ ને પ્લાઝમા આપવા તથા થેલેસેમિય નાં દર્દીઓ તથા અન્ય જરૂરિયાત મંદ દર્દીઓ ના જીવનદાન માટે મહા રક્તદાન કેમ્પ નું આયોજન કરેલ હતું જેમાં દરેક સમાજના લોકો ઉત્સાહ સાથે રકતદાન કરેલ હતું વિષેમાં મહિલાઓ દ્રારા 9 બોટલ રકતદાન પણ કરવામાં આવેલ હતું માનવ ધર્મ ની મહેક પ્રસરાવી હતી
મહા રક્તદાન કેમ્પ નું ભવ્ય આયોજન માં સહભાગી બનેલ બ્રહ્મ શક્તિ ફાઉન્ડેશન ના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી જિગર ભાઈ રાવલ અને પ્રમુખશ્રી જીગરભાઈ કલ્યાણી, ઉપપ્રમુખશ્રી હીરેનભાઈ ગોપીયાણી,ઉપપ્રમુખશ્રી મિતેષભાઇ મહેતા મહામંત્રી હાર્દિકભાઈ જોષી,મંત્રીશ્રી ભાવેશભાઈ કલ્યાણી ,
મંત્રીશ્રી ભાવિનભાઇ હેડાઉ, સહમંત્રીશ્રી ચિરાગ ભાઇ ઓઝા,મંત્રીશ્રી મયંકભાઇ શુક્લ, કપીલભાઈ નાકર, મૃગેશભાઈ દવે સલાહકાર, રવિભાઇ કલ્યાણી મીડિયા સેલ, તેજસ ભાઈ જોશી અને મહિલા પાંખમાં પ્રમુખશ્રી પૂજાબેન કેવલિયા, ઉપપ્રમુખ પૂર્વીબેન હેડાઉ ,સંગઠનમંત્રીશ્રી ક્રિષ્નાબેન જોશી , ગીતાબેન ઠાકર, વૈશાલી બેન ભટ્ટ સર્વે ના આયોજન ની જહેમત ઉઠાવી ને આયોજન ને સફળ બનાવ્યું હતું