દેવભૂમિ દ્વારકા: ભાણવડના માર્કેટિંગ યાર્ડ ખાતે બે ફૂટ નો સાપ નજરે ચડતા ત્યાં હાજર ચેતનભાઇ રાઠોડે એનિમલ લવર્સ ગ્રુપના અશોકભાઈ ભટ્ટને જાણ કરતા એનીમલ લવર્સ ગ્રુપના અશોકભાઈ ભટ્ટ તેમજ સમીરભાઈ ઉનડકટ તુરંત ત્યાં પહોંચી જઈ આ સાપને રેસ્ક્યુ કર્યો હતો.
આ ભારતીય ઈંડા ખાઉ સાપ જે વન્યજીવ રક્ષણ ધારા 1972 અંતર્ગત અનુસૂચિ ૧ સ્થાન પામેલો આ દુર્લભ પ્રજાતિનો બિનઝેરી સાપ ભાણવડના વિસ્તારમાંથી મળતા સર્પ પ્રેમી લોકોમાં આનંદ ની લાગણી છવાઈ ગઈ છે.
આ સાપ નો મુખ્ય ખોરાક પક્ષીઓના ઈંડા હોય જેના પરથી તેનું નામ ભારતીય ઈંડા ખાઉ સાપ તરીકે જાણીતો છે.
ત્યારબાદ બરડા નાં રેન્જ ફોરેસ્ટ ઓફિસર શ્રી ખીમભાઇ ચાવડા સાહેબની મદદથી આ સાપને અનુકૂળ આવે તેવા વાતાવરણ એટલે કે બરડાના પ્રાકૃતિક આવાસમાં મુક્ત કરવામાં આવ્યો હતો.