Breaking NewsLatest

ભારતીય તટરક્ષક દળના મહાનિદેશક લેશે ઉત્તર પશ્ચિમ ક્ષેત્રની મુલાકાત

અમદાવાદ: ભારતીય તટરક્ષક દળના મહાનિદેશક, મહાનિદેશક ક્રિશ્નાસ્વામી નટરાજન PVSM, PTM, TM 16 અને 17 ડિસેમ્બર 2021ના રોજ પોરબંદર અને ગાંધીનગરની મુલાકાત લેશે. આ વર્ષે 31 ડિસેમ્બરે તટરક્ષક દળ સેવામાંથી નિવૃત્ત થઇ રહેલા મહાનિદેશક ભારતીય તટરક્ષક દળના ઉત્તર પશ્ચિમ પ્રદેશમાં બે દિવસ માટે ફેરવેલ મુલાકાતે આવશે. પોરબંદર ખાતે CG એર એન્કલેવ ખાતે તેમને 51 મેન ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે.

આ ફ્લેગ ઓફિસર 18 જાન્યુઆરી 1984ના રોજ ભારતીય તટરક્ષક દળમાં જોડાયા હતા અને તેઓ વેલિંગ્ટન ખાતે આવેલી સંરક્ષણ સેવા સ્ટાફ કોલેજ તેમજ વર્જિનિયાના યોર્કટાઉન ખાતે US તટરક્ષક દળ તાલીમ કેન્દ્રના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. રાષ્ટ્રપતિના તટરક્ષક મેડલ (PTM) અને તટરક્ષક મેડલ (TM)થી સન્માનિત, તેઓ તટરક્ષક દળના પ્રથમ એવા અધિકારી છે જેમને પરમ વિશિષ્ટ સેવા મેડલથી સન્માનિત કરવામાં આવ્યા છે.

ICGના DG આ મુલાકાત દરમિયાન સેવાના અધિકારીઓ, કર્મીઓ, નાગરિકો અને તેમના પરિવારજનો સાથે સંવાદ કરશે. તેમની સાથે તટરક્ષિકાના પ્રમુખ શ્રીમતી જયંતી નટરાજન પણ જોડાશે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

વર્લ્ડ હેરીટેજ વીક – ૨૦૨૪ કચ્છ નહિ દેખા,તો કુછ નહિ દેખા; કચ્છમાં આવેલું વિશ્વ વારસાનું સ્થળ – ધોળાવીરા

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ભારતીય પુરાતત્વીય સર્વેક્ષણ દ્વારા સમગ્ર ભારતમાં તા. ૧૯…

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ફક્ત બે દિવસમાં ૧૦ દર્દીઓની લીથોટ્રીપ્સીથી ઓપેરેશન વગર પથરીની સારવાર કરાઇ

અમદાવાદ, સંજીવ રાજપૂત: સિવિલ હોસ્પિટલમાં પેઇનલેસ પથરી ની સારવાર ઉપલબ્ધ થઈ છે…

1 of 672

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *