Breaking NewsLatest

ભારતીય તટરક્ષક દ્વારા ‘સમુદ્રની સફાઇની દિશામાં મોટું પગલું’ આંતરાષ્ટ્રીય કવાયતનું કરાયું આયોજન

અમદાવાદ: ભારતીય તટરક્ષક દળ દ્વારા 19-20 એપ્રિલ 2022 દરમિયાન ગોવાના મુર્મુગાવ હાર્બર ખાતે NATPOLREX-VIII કોડ નામ સાથે રાષ્ટ્રીય સ્તરની પ્રદૂષણ પ્રતિભાવ કવાયતના આઠમા સંસ્કરણનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ અનન્ય સમુદ્રી સ્પિલ પૂર્વતૈયારી કવાયતનું ઉદ્ઘાટન ભારત સરકારના સંરક્ષણ સચિવ IAS ડૉ. અજયકુમાર દ્વારા પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય (MoES)ના સચિવ ડૉ. એમ. રવિચંદ્રન અને MoPSW, NDRF, IMDની માનપૂર્ણ ઉપસ્થિતિ અને ભારતીય નૌસેના તેમજ રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, ગોવાના વરિષ્ઠ મહાનુભાવોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં 50 એજન્સીઓના 85 કરતાં વધારે પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો જેમાં 29 વિદેશી નિરીક્ષકો અને 22 મિત્ર રાષ્ટ્રો તેમજ આંતરરાષ્ટ્રીય સંગઠનો સામેલ છે અને શ્રીલંકા તેમજ બાંગ્લાદેશના બે તટરક્ષક જહાજ પણ સામેલ છે.

ભારતીય તટરક્ષક દળના મહાનિદેશક DG વી.એસ. પઠાનિયા, PTM, TM કે જેઓ NOSDCPના ચેરમેન અને ભારતીય જળસીમામાં SACEP MoU માટે દરિયામાં સમુદ્રી પ્રદૂષણ માટે સક્ષમ રાષ્ટ્રીય સત્તાધિકારી છે, તેમણે પોતાના સંબોધન દરમિયાન જણાવ્યું હતું કે, ICG એ પ્રદેશ અને તેના સંસાધનો માટેના જોખમોને સમજવા અને તેનો ઉકેલ લાવવા માટે પ્રતિબદ્ધ છે, જેમાં દરિયાઇ ઓઇલ અને રાસાયણિક સ્પિલ (ઢોળાઇ જવાની સમસ્યા)નો સમાવેશ થાય છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, નવી નિઃસહાયતાઓ એકધારી ઉભરી રહી હોવાથી, હિતધારકોએ મજબૂત ભાગીદારી, અસરકારક સંકલન અને શ્રેષ્ઠ આચરણોના આદાનપ્રદાન દ્વારા સહકાર વધારવાની તકને અવશ્ય ઓળખવી જોઇએ. અહીં ઉલ્લેખનીય છે કે, NATPOLREX VIII નું આયોજન ચેન્નઈ ખાતે 18-29 એપ્રિલ 2022 દરમિયાન 43 સહભાગીઓની સમુદ્રી પ્રદૂષણ પ્રતિભાવ તાલીમ, ભારતીય તટરક્ષક દળના મહાનિદેશક અને SACEP (દક્ષિણ એશિયા સહકારી પર્યાવરણ કાર્યક્રમ)ના મહાનિદેશક વચ્ચે દ્વિપક્ષીય સંવાદ તેમજ સહભાગી SACEP સભ્ય દેશોના જહાજો અને પ્રતિનિધિઓ ઉપરાંત, 21-22 એપ્રિલ 2022ના રોજ મુંબઇ ખાતે કોલંબો સુરક્ષા સંમેલન કે જેમાં સભ્ય દેશોના પ્રતિનિધિઓ માટે સમર્પિત, બે દિવસીય વર્કશોપના આયોજનને સુસંગત રીતે કરવામાં આવી રહ્યું છે.

હાલમાં, ભારત ત્રીજા ક્રમના સૌથી મોટા ક્રૂડ ઓઇલના આયાતકાર તરીકે જહાજોના માધ્યમથી ખૂબ જ મોટી સંખ્યામાં ઓઇલનો જથ્થો પ્રાપ્ત કરે છે. એવી જ રીતે, ભારત દુનિયામાં છઠ્ઠા ક્રમના સૌથી મોટા રસાયણના આયાતકાર દેશ તરીકે પણ છે. ઓઇલ અને રસાયણો, બંને જો ઢોળાય જાય તો ભારતના સમુદ્રી ઝોન અને તેને સંલગ્ન દરિયાકિનારે વસતા મોટા દરિયાકાંઠાના વસ્તી સમુદાય, સમુદ્રી ઇકો-સિસ્ટમ, ઉદ્યોગો અને પ્રવાસન ઉદ્યોગને સમર્થન આપતા વિવિધ સ્થાપનો સામે સહજ રીતે જોખમ ઊભું થાય છે. આમ, કોઇપણ સંભવિત સમુદ્રી સ્પિલ (ઢોળાઇ જવાની સમસ્યા)નો સામનો કરવાની પૂર્વતૈયારી કરવા માટે કેન્દ્રીય સંયોજન એજન્સી, જહાજોના માલિકો, ઓઇલ હેન્ડલિંગ સુવિધાઓ અને અન્ય સંબંધિત હિતધારકો દ્વારા લેવામાં આવતા નિવારણ માટેના પગલાં લેવામાં આવે તે જરૂરી છે.

NATPOLREX VIII નો ઉદ્દેશ રાષ્ટ્રીય સ્તરે તેમજ SACEP MoU કે જેમાં ભારત સભ્ય રાષ્ટ્ર છે તેના નેતૃત્વ હેઠળ પ્રાદેશિક સ્તરે રાષ્ટ્રીય ઓઇલ સ્પિલ આપત્તિ આકસ્મિકતા પ્લાન (NOSDCP)માં સમાવવામાં આવેલી પ્રક્રિયાઓ અને માર્ગદર્શિકાઓને માન્યતા આપવાનો છે. આ કવાયત દરમિયાન, NOSDCP ના વિવિધ ઘટકોને આકસ્મિક આયોજનોને માન્ય કરવા અને સુધારવા માટે તેમજ દરિયામાં કોઈપણ સમુદ્રી સ્પિલ આપત્તિને પહોંચી વળવા માટે સંસાધન એજન્સીઓ તેમજ હિતધારકોની સજ્જતાનું મૂલ્યાંકન કરવા માટે આહ્વાન કરવામાં આવ્યું હતું. આ કવાયતનું સંકલન ભારતીય તટરક્ષક દળ દ્વારા સંસાધન એજન્સીઓ અને પોર્ટ્સ, ઓઇલ હેન્ડલિંગ એજન્સીઓ (OHA), દરિયાકાંઠાના રાજ્યો/ કેન્દ્રશાસિત પ્રદેશો અને અન્ય સંસાધન એજન્સીઓ સહિત હિતધારકોની અસ્કયામતો દ્વારા કરવામાં આવે છે. આ કવાયતમાં બે દિવસનો કાર્યક્રમ છે જેમાં ટેબલ-ટોપ કવાયત, સમુદ્રી ઓઇલ પર પ્રદૂષણ પ્રતિભાવ વર્કશોપ અને HNS સ્પિલ અને બાદમાં સમુદ્રમાં કવાયતને સમાવી લેવામાં આવ્યા હતા, જેની સમીક્ષા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય નિરીક્ષકોની હાજરીમાં NOSDCP ના અધ્યક્ષ દ્વારા કરવામાં આવી હતી.

દક્ષિણ એશિયા સહકારી પર્યાવરણ કાર્યક્રમ (SACEP)ના મહાનિદેશક ડૉ. મહંમદ મસુમુર રહેમાન, ભારતીય તટરક્ષક દળના મહાનિદેશક DG વી.એસ. પઠાનિયા, PTM, TM કે જેઓ NOSDCPના ચેરમેન અને ભારતીય જળસીમામાં SACEP MoU માટે દરિયામાં સમુદ્રી પ્રદૂષણ માટે સક્ષમ રાષ્ટ્રીય સત્તાધિકારી છે, તેઓ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. ભારતીય તટરક્ષ દળ શિપિંગ મંત્રાલય તરફથી સમુદ્રી સ્પિલ્સના પ્રતિભાવ માટેના આદેશનું પાલન કરે છે, જેને ફોરમમાં શિપિંગના અધિક મહાનિદેશક દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો.

સમુદ્રી કવાયત દરમિયાન, ભારતીય તટરક્ષ દળના 13 જહાજો અને 10 એરક્રાફ્ટ તેમજ IAF નું 01 એરક્રાફ્ટ (C-131) અને SACEP સભ્ય રાષ્ટ્ર શ્રીલંકા તટરક્ષક દળ અને બાંગ્લાદેશ તટરક્ષક દળના 02 જહાજ અને ONGCનું 01 OSV, SCIની અસ્કયામતો અને મોર્મુગાવ પોર્ટ ટ્રસ્ટના ટગ્સ દ્વારા સાઇડ સ્વિપિંગ આર્મ્સ દ્વારા સમુદ્રી સ્પિલનું નિયંત્રણ અને રિકવરી, બૂમ્સ અને સ્કિમર્સની તૈનાતી, એક જ જહાજ દ્વારા સંચાલિત નિયંત્રણ અને રિકવરી સિસ્ટમનું સ્ટ્રીમિંગ, ફાયરફાઇટિંગ કવાયત, બચાવ કામગીરી અને સપાટી તેમજ હવામાં ઓઇલ સ્પિલ ડિસ્પ્રેઝન્ટ (વિખેરણ) સિસ્ટમનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

આ કવાયત એવા સમયે કરવામાં આવી છે જ્યારે સરકારની પહેલના કારણે સમુદ્રી વેપારમાં વધારો થયો છે. તેના પરિણામે, આપણા બંદરો પર વધુને વધુ જહાજોમાં ઓઇલ અને HNSનું સંચાલન કરવામાં આવી રહ્યું છે જેથી વધારે માંગને પૂરી કરી શકાય. NATPOLREX-VIII એ યોગ્ય દિશામાં લેવામાં આવેલું એક પ્રાદેશિક પગલું છે અને સમુદ્રી સ્પિલ્સ સામે લડવામાં તમામ હિતધારકોની સજ્જતા અને પ્રતિભાવ ક્ષમતામાં વધારો કરે છે. NATPOLREX VIII દ્વારા, ભારતીય તટરક્ષક દળે ફરી એકવાર આપણી ભાવિ પેઢીઓ માટે સમુદ્રી જીવસૃષ્ટિના સંરક્ષણ અને જાળવણી માટે પોતાને સમર્પિત કર્યા છે. DGICG એ તમામ આંતરરાષ્ટ્રીય નિરીક્ષકો, રાષ્ટ્રીય હિતધારકો અને સહભાગીઓએ સમુદ્રી પ્રદૂષણ પ્રતિભાવમાં સહકારને વધારે મજબૂત કરવા માટે વેગ આપવા માટે રચનાત્મક ચર્ચા તેમજ મહામારી અને મુસાફરી પ્રતિબંધોના પડકારો વચ્ચે પણ તેઓ ઉપસ્થિત રહ્યા તે બદલ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.

NATPOLREX ઉપરાંત, ICG દ્વારા પણ સાથે સાથે, 18-29 એપ્રિલ 2022 દરમિયાન ચેન્નઇ ખાતે ઇન્ડિયન ઓશન રીમ એસોસિએશન (IORA)ના સભ્ય દેશો સહિત 18 દેશોના 45 આંતરરાષ્ટ્રીય સહભાગીઓ માટે સમુદ્રી ઓઇલ પ્રતિભાવ અને પૂર્વતૈયારીમાં ક્ષમતા નિર્માણના વ્યાવસાયિક તાલીમ અભ્યાસક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમરેલી જિલ્લામાં બેખોફ બનેલા ગુનેગારો સામે કડક પગલાં ભરવા મુખ્યમંત્રીને રજૂઆત કરતા પૂર્વ સાંસદ વીરજીભાઈ ઠુંમર

અમરેલી જિલ્લાના પૂર્વ સાંસદ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અમરેલી જિલ્લામાં બત્તર…

મહુવાની કુંભણ કેન્દ્રવર્તી શાળામાં લોકશાહીના ઉત્સવ માટે આવેલા પોલિંગ સ્ટાફનું ઢોલ વગાડી ઉત્સાહભેર સ્વાગત

મહુવા તાલુકાના કુંભણ કેન્દ્રવર્તી શાળામાં મતદાન કામમાં રોકાયેલા પોલિંગ સ્ટાફનું…

1 of 642

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *