Breaking NewsLatest

ભારતીય સૈન્ય: વિવિધતામાં એકતાનું પ્રતીક’ થીમ પર સધર્ન કમાન્ડ દ્વારા ઓપન ઓનલાઇન સ્પર્ધાનું કરાયું આયોજન

પૂણે સ્થિત સધર્ન કમાન્ડ દ્વારા, એક ઓપન ઑનલાઇન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ‘ભારતીય સૈન્ય: વિવિધતામાં એકતાનું પ્રતીક’ થીમ રાખવામાં આવી છે. આ સ્પર્ધા વિવિધ વયજૂથની શ્રેણીઓમાં તમામ લોકો માટે ખુલ્લી છે જેમાં ભારતીય સૈન્ય દ્વારા કુલ રૂપિયા 1,22,000/- (રૂપિયા એક લાખ બાવીસ હજાર)ની રકમ ઇનામ પેટે આપવામાં આવશે તેમજ તમામ વિજેતાઓને મેરિટ પ્રમાણપત્રથી સન્માનિત કરવામાં આવશે. આ સ્પર્ધાની વિગતો સધર્ન કમાન્ડના ફેસબુક પેજ ‘Southern Command.IndianArmy’ અને ટ્વીટર હેન્ડલ ‘IaSouthern’ પર પણ મૂકવામાં આવી છે..

સ્લોગન લેખન, વીડિયો મેકિંગ, ફોટોગ્રાફી અને ચિત્રકામ એમ ચાર પ્રકારની સ્પર્ધા અલગ અલગ વયજૂથના સ્પર્ધકો માટે રાખવામાં આવી છે. વીડિયો, ફોટોગ્રાફ, ચિત્રકામ અને સ્લોગનને સધર્ન કમાન્ડના ફેસબુક પેજ પર અપલોડ કરવાના રહેશે અથવા [email protected] ઈમેલ આઇડી પર મોકલવાના રહેશે તેમજ સાથે સ્પર્ધકનો મોબાઇલ નંબર અને આધારકાર્ડ/ ઉંમરના પૂરાવાની નકલ મોકલવાની રહેશે.

પૂણે સ્થિત સધર્ન કમાન્ડના વડામથક દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ઓપન ઑનલાઇન સ્પર્ધાનું આયોજન કરવાનો મૂળ ઉદ્દેશ આપણા રાષ્ટ્રમાં રહેલા વ્યાપક કૌશલ્યને પોષવાનો અને તેને બહાર લાવવાનો છે અને લોકોને આ ઑનલાઇન સ્પર્ધામાં સક્રિયપણે ભાગ લેવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે. આ સ્પર્ધા માટે એન્ટ્રી મોકલવાની શરૂઆત થઇ ગઇ છે અને 10 ડિસેમ્બર 2020ના રોજ તે બંધ થશે. આ સ્પર્ધાના પરિણામો 16 ડિસેમ્બર 2020ના રોજ વિજય દિવસના પ્રસંગે સધર્ન કમાન્ડના ફેસબુક પેજ પર તેમજ ટ્વીટર હેન્ડલ પર જાહેર કરવામાં આવશે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમરેલી જિલ્લામાં બેખોફ બનેલા ગુનેગારો સામે કડક પગલાં ભરવા મુખ્યમંત્રીને રજૂઆત કરતા પૂર્વ સાંસદ વીરજીભાઈ ઠુંમર

અમરેલી જિલ્લાના પૂર્વ સાંસદ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અમરેલી જિલ્લામાં બત્તર…

મહુવાની કુંભણ કેન્દ્રવર્તી શાળામાં લોકશાહીના ઉત્સવ માટે આવેલા પોલિંગ સ્ટાફનું ઢોલ વગાડી ઉત્સાહભેર સ્વાગત

મહુવા તાલુકાના કુંભણ કેન્દ્રવર્તી શાળામાં મતદાન કામમાં રોકાયેલા પોલિંગ સ્ટાફનું…

1 of 642

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *