શિવાલીક આરોગ્યધામનો શુભારંભ ટુંક સમય પહેલાજ થયો છે પણ ઉત્તમ શ્રેષ્ઠ સારવાર અને
સસ્તા દર હોવાના કારણે સમગ્ર જિલ્લામાં ઘરે ઘરે તેમની સુવાસ પહોંચતી થઈ રહી છે
૨૪ જાન્યુઆરી-રાષ્ટ્રીય બાલિકા દિવસના દિવસે આરોગ્યધામે બેટી બચાવો બેટી વધાવોના સૂત્રને સાર્થક કરવા માટે તેમજ દીકરીને પૂરતું સમ્માન મળી રહે તેવા ઉમદા હેતુ સાથે તુલસી ક્યારો યોજના અમલમાં મૂકવામાં આવી છે
૨૦૦૮ થી મહિલા અને બાળ વિકાસ મંત્રાલય ભારત સરકાર દ્વારા ૨૪ જાન્યુઆરીનો દિવસ રાષ્ટ્રીય બાલિકા દિવસ તરીકે ઉજવવામાં આવે છે
આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ દેશભરના લોકોને દીકરીઓ પ્રત્યે જાગૃત કરવાનો છે જેથી સમાજમાં અને રાષ્ટ્રીય નિર્માણમાં મહિલાઓનું પુરુષો જેટલું જ યોગદાન છે તે બાબત સમજી શકે દીકરીને પૂરતું સમ્માન મળી રહે તેના માટે ભારત સરકારે ૨૦૧૫ મા બેટી બચાવો,બેટી ભણાવોની શરૂઆત કરી હતી આ યોજના થકી મુખ્ય સારા લાભો, યોજનાઓ,અધિકારો,સુરક્ષા મળતી થઈ છે તેમજ ભૂણહત્યા જેવી પ્રથાઓ તેમજ સ્ત્રીઓ પ્રત્યેની અમાનવીય પ્રથાઓ ધીરે ધીરે ઓછી થવા લાગી છે
દીકરી અને તેમની માતાને પૂરતું સમ્માન મળી રહે તે હેતુ થી ગુજરાતમાં પ્રથમ વખત
હોસ્પિટલ ક્ષેત્રે સેવાનુ કામ કરતી સંસ્થા માધવ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શિવાલીક આરોગ્યધામ
હોસ્પિટલે નવી શરૂઆત કરી છે
૨૪ જાન્યુઆરી ૨૦૨૨”રાષ્ટ્રીય બાલિકા દિવસના દિવસે ટ્રસ્ટના પ્રમુખ ભરતસિંહ જે.મોરી
તેમજ ડિરેક્ટર દલપતભાઈ કાતરિયા,ડૉ મિતેશભાઈ વાઘેલા અને વિપુલસિંહ પરમાર દ્વારા
ઠરાવ કરી “તુલસી ક્યારો” યોજના અમલમાં મૂકવામાં આવેલ છે
તુલસી ક્યારો યોજનાની મુખ્ય વિશેષતામાં હોસ્પિટલમાં કોઈપણ માતાની પ્રસૂતિ દરમ્યાન દીકરીનો જન્મ થાય તો દીકરીને ચાંદીનો તુલસી ક્યારો આપી તેમની વધામણી કરવામાં આવે છે
સામાન્ય સંજોગોમાં કોઈપણ માતાને દીકરીના જન્મ સમયે શરૂઆતની ૨ મિનિટ અફસોસની
લાગણી અનુભવતા હોય છે ત્યારે એજ સમયે હોસ્પિટલના પરિવાર દીકરીની માતાને આ પ્રકારે
ચાંદીનો તુલસી ક્યારો આપી વધામણી કરશે આવા ઉમદા અને સેવા કાર્યથી માતાની આંખો હર્ષના આંસુથી ઊભરી આવશે જે બાબત ચોકકસપણે જાણી શકાય છે શિવાલીક આરોગ્યધામ ની તુલસીક્યારો યોજનાની કામગીરીની નોંધ જિલ્લા અને રાજ્ય સરકારશ્રીએ લઈ આરોગ્ય ધામના પ્રમુખ ભરતસિંહ મોરી તેમજ તેમની ટીમને અભિનંદન આપવામાં આવેલ
રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા ભાવનગર