ભારત દેશના સીમાડાનું રક્ષણ આપણા જવાનો કરે છે અને આંતરિક સુરક્ષા આપણા પોલિસ જવાનો કરે છે. જ્યારે ભાવનગર જિલ્લાના રાજપૂત સમાજના પોલિસ જવાનો એ કરતા પણ વિશેષ કાર્ય કરે છે અને તે છે સમાજ સેવા.
થોડા સમય પહેલા સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણના રાજપૂત યુવાન ભરતસિંહ પરમાર દેશની રક્ષા કરતા શહીદ થયા. તેઓ પોતાનું જીવન દેશના નામે કરી ગયા અને પરિવાર પર આફત આવી પડી. આવા કપરા સમયે વીર શહીદ ભરતસિંહ પરમારના પરિવારના દુઃખમા ભાગીદાર થતા ભાવનગર જિલ્લા રાજપૂત પોલિસ પરિવાર દ્રારા રૂપિયા 1,94,444/- રોકડા આપી મદદ કરી વંદનીય કાર્ય કર્યુ છે. આ સેવાકીય કાર્ય બદલ ભાવનગર જિલ્લા રાજપૂત પોલિસ પરિવારને લાખ લાખ વંદન સાથે અભિનંદન. આ સમગ્ર સેવા યજ્ઞના સંકલનમાં રાજપૂત પોલિસ જવાનોના ડી.કે ચૌહાણ, અજીતસિંહ મોરી, જયદેવસિંહ ભંડારી, ભરતસિંહ ડોડીયા અને ગોવિંદસિંહ પરમારે જહેમત ઉઠાવી હતી.