શક્તિ ભક્તિ અને આસ્થાનો ત્રીવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલું છે. અંબાજી ખાતે આવનારા સમયમાં પોષી પુનમ આવી રહી છે ત્યારે હાલમાં પણ ભક્તો દૂર દૂરથી પગપાળા સંઘ લઇને અંબાજી તરફ આવી રહ્યા છે અને દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે. આજે સવારે ચાણોદ ના ભક્તો માતાજીની આરાધના કરતા મંદીર તરફ આગળ વધ્યા હતા અને મંદીર પરિસર પર ધજા અર્પણ કરી હતી.
આજે અંબાજી ખાતે પગપાળા સંઘ લઈને ભક્તો દર્શન કરવા આવ્યા હતા.મધ્ય ગુજરાત માંથી ભક્તો ચાલતા ચાલતાં અંબાજી આવ્યા અને તેઓ 6 દીવસ બાદ અંબાજી ખાતે આવી પહોંચ્યા હતા.ચાણોદ ના ભક્તો દર વર્ષે પગપાળા ચાલતા અંબાજી આવે છે તેઓ છેલ્લા 16 વર્ષ થી પગપાળા આવી મંદિર ખાતે ધજા અર્પણ કરે છે,સંઘ લઇને માં અંબા નુ નામ લઈને અંબાજી આવ્યા હતા.ભક્તો હવે દૂર દૂરથી પગપાળા અંબાજી આવી રહ્યા છે.મંદિર ખાતે આવી શિખર પર ધજા અર્પણ કરી હતી.
અંબાજી પ્રહલાદ પૂજારી