Breaking NewsLatest

મહામારી છતાં કલિંગા ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડસ્ટ્રિયલ ટેકનોલોજી (KIIT)માં વિક્રમજનક પ્લેસમેન્ટ મેળવ્યા

કલિંગા: કોવિડ-19 મહામારીએ દેશ અને સમગ્ર વિશ્વમાં અવરોધ ઉભા કર્યા છે. ત્યાં સુધી કે વિદ્યાર્થી સમુદાય સૌથી વધુ પ્રભાવિત શૈક્ષણિક ગતિવિધિઓમાંથી એક છે. અત્યાર સુધી સ્કૂલ અને કોલેજ ફરીથી શરૂ નથી થઈ. કે.આઈ.આઈ.ટી. ડીમ્ડ યુનિવર્સિટી ‘ન્યૂ નોર્મલ’ને અનુકૂળ થનાર પહેલી સંસ્થા હતી. આ લોકડાઉનની શરૂઆતથી જ 50 દેશોમાં પોતાના 30 હજાર વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન વર્ગોનો પ્રારંભ કરનાર દેશની પહેલી યુનિવર્સિટી છે. ઓનલાઈન શિક્ષણ, જે સફળતાપૂર્વક અને અસરકારક રીતે ચાલી રહ્યું છે. જેણે યુનિવર્સિટીના પોતાના શૈક્ષણિક કાર્યક્રમ સંપૂર્ણપણે જાળવી રાખવામાં મદદ કરી છે.. કે.આઈ.આઈ.ટી.એ પોતાની સારી ટેક્નોલોજી અને સારી ઈન્ટરનેટ સ્પીડના કારણે વર્ચ્યુઅલ મોડ પર પરીક્ષાઓ, દીક્ષાંત સમારોહ, સેમિનાર, વર્કશોપ વગેરે જેવી તમામ શૈક્ષણિક પ્રક્રિયાઓ સુચારૂ રીતે ચલાવી..

વર્ષ 1992માં એક પ્રતિષ્ઠિત વ્યાવસાયિક શિક્ષણ કેન્દ્ર સ્વરૂપે કે.આઈ.આઈ.ટીની સ્થાપના પ્રખ્યાત શિક્ષણવિદ્ અને સામાજિક કાર્યકર પ્રોફેસર અચ્યુત સામંતે કરી હતી. જોકે, તેને 1997માં ઉચ્ચ શિક્ષણ કેન્દ્ર તરીકે પણ ખોલવામાં આવી હતી. જેને આધાર વર્ષ માનવામાં આવે છે. વર્ષ 2001માં ડિગ્રી એન્જિનિયરીંગના વિદ્યાર્થીઓની પહેલી બેચ પાસ આઉટ થઈ હતી. કે.આઈ.આઈ.ટી પોતાની સ્થાપના બાદ કેમ્પસ પ્લેસમેન્ટમાં ખૂબ જ સફળ ટ્રેક રેકોર્ડ માટે જાણીતી છે. આ પ્રવૃત્તિને જાળવી રાખતાં તેણે 2019-20ના સ્નાતક બેચ માટે ઉત્કૃષ્ટ કેમ્પસ પ્લેસમેન્ટ પ્રાપ્ત કર્યું છે.

મહામારીની સ્થિતિ વચ્ચે પણ યુનિવર્સિટીએ પોતાના વર્ષ 2020-21ના પાસ આઉટ બેચ માટે રેકોર્ડ કેમ્પસ પ્લેસમેન્ટ પ્રાપ્ત કરવા માટે સક્રિય છે. આ પ્રક્રિયા જે પહેલી જુલાઈથી ઓનલાઈન શરૂ થઈ હતી, પહેલેથી જ કે.આઈ.આઈ.ટી ડીમ્ડ યુનિવર્સિટીના સ્કૂલ્સ ઓફ ટેકનોલોજી (એસ.ઓ.ટી)ના લગભગ 80 ટકા યોગ્ય વિદ્યાર્થીઓના પરિણામ સ્વરૂપ છે.

કોવિડ-19ની નિરાશાને દૂર કરતા વર્ષ 2021 પાસિંગ આઉટ બેચ માટે કેમ્પસ પ્લેસમેન્ટ હેતુ 90 કંપનીઓએ ઓનલાઈન મુલાકાત કરી છે અને 3500 જોબ ઓફર આપી છે. 2500 એસ.ઓ.ટી. વિદ્યાર્થીને પહેલેથી જ વિભિન્ન રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કંપનીઓમાં રાખવામાં આવ્યા છે. એક હજારથી વધુ વિદ્યાર્થીઓના હાથમાં અનેક ઓફરો છે. વિદ્યાર્થીઓને 30 લાખ રૂપિયા, 24 લાખ રૂપિયા અને 19 લાખ રૂપિયાના ઉંચા સેલેરી પેકેજ સાથે નોકરીની ઓફર મળી છે. જોકે, સરેરાશ સેલેરી 6 લાખ રૂપિયા છે. કંપનીઓ 2021ના એપ્રિલ સુધીમાં કે.આઈ.આઈ.ટીના વધુ 700 વિદ્યાર્થીઓની નિયુક્તિ કરવાના પ્લેસમેન્ટ માટે કટીબદ્ધ છે..

ભલે કેમ્પસ પ્લેસમેન્ટ ઓનલાઈન આયોજીત કરાઈ રહ્યા હોય પરંતુ છેલ્લા શૈક્ષણિક સત્રની તુલનામાં કે.આઈ.આઈ.ટીએ પોતાનો રેકોર્ડ સારો બનાવ્યો છે. કે.આઈ.ટી. સ્કૂલ ઓફ મેનેજમેન્ટ અને કે.આઈ.આઈ.ટી. સ્કૂલ ઓફ લો માં કેમ્પસ પ્લેસમેન્ટ હજી શરૂ થયું છે અને આશા છે કે આ બંને સ્કૂલ દર વર્ષની જેમ 100 ટકા સફળતા પ્રાપ્ત કરશે.

કે.આઈ.આઈ.ટીમાં પ્લેસમેન્ટની સફળતાથી માતા-પિતા અને વિદ્યાર્થી ખુબ ખુશ છે. કોવિડ-19 મહામારી ફેલાયા બાદ વિદ્યાર્થીના માતા-પિતા અને વાલી પોતાના બાળકોના ભવિષ્ય અંગે નિરાશ થઈ ગયા હતા. ખાસ કરીને કેમ્પસ પ્લેસમેન્ટ મુદ્દે. લાંબા સમય સુધી લોકડાઉનના કારણે સંપૂર્ણ કોર્પોરેટ જગતને ઓછા કર્મચારીઓ અને ત્યાં સુધી કે મોટા પાયે છંટણીનો સહારો લેવાના કારણે નોકરીઓનું દ્રશ્ય ધૂંધળું લાગી રહ્યું હતું. જોકે, તમામ અવરોધોની વિરૂદ્ધ કે.આઈ.આઈ.ટી 2020-21ના પોતાના સ્નાતક બેચ માટે ખૂબ જ સારું કેમ્પસ પ્લેસમેન્ટની ખાતરી આપે છે. આ સંસ્થાપક પ્રોફેસર અચ્યુત સામંતના નેતૃત્વના કારણે સંભવ થયું છે. જેમણે કોર્પોરેટ જગતમાં કે.આઈ.આઈ.ટીની એક મજબૂત બ્રાન્ડિંગ અને એક અસાધારણ સક્રિય શિક્ષણ અને પ્લેસમેન્ટ સેલ ઉભુ કર્યું છે..

કે.આઈ.આઈ.ટીએ 195 આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટીઓ સાથે શૈક્ષણિક ટાઈ-અપ કર્યું છે. જે વિદેશમાં વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવાનો ઉત્કૃષ્ટ અવસર આપશે. કે.આઈ.આઈ.ટી ઉચ્ચ અભ્યાસ માટે પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓમાં દર વર્ષે લગભગ 500 વિદ્યાર્થીઓને શૈક્ષણિક પ્લેસમેન્ટની સુવિધા આપે છે. પ્રસિદ્ધ શિક્ષણવિદ્,ઉદ્યોગપતિઓ અને પ્રમુખ હસ્તીઓ, જીવનના દરેક દ્રષ્ટિકોણથી કે.આઈ.આઈ.ટીની મુલાકાત કરે છે અને વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરીને અપાર રોકાણ પ્રાપ્ત કરે છે. અભિનવ મંચ નોબેલ લેક્ચર સીરીઝ થકી 22 નોબેર પુરસ્કાર વિજેતાઓએ કે.આઈ.આઈ.ટીમાં દવા, રસાયણ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન, જૈવ વિજ્ઞાનથી લઈને અર્થ વ્યવસ્થા સુધીના વિષયો પર પ્રવચન આપ્યા છે..

ફેકલ્ટી અને વિદ્યાર્થીઓની સિદ્ધિઓ, ઉત્કૃષ્ટ શિક્ષણવિદ અને સંશોધન પર કે.આઈ.આઈ.ટી.ના ફોકસનો સકારાત્મક પ્રભાવ દર્શાવે છે. હાલ લગભગ 100 સંશોધન અને પરામર્શ યોજનાઓ વિવિધ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ફંડિંગ એજન્સીઓ દ્વારા ફંડ મેળવે છે. યુનિવર્સિટીના ફેકલ્ટી સભ્યો અને સંશોધન વિદ્વાનોએ લગભગ 12 હજાર શોધપત્ર વિવિધ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પત્રિકાઓમાં પ્રકાશિત કરી છે. 4500થી વધુ શોધપત્રોને આંતરરાષ્ટ્રીય ડેટાબેઝમાં સ્કોપસ જેવા ઉચ્ચ પ્રશસ્તિ પત્રની યાદીમાં સામેલ કરાયા છે.

વાસ્તવમાં વિશ્વસ્તરીય પાયાના માળખાથી વધુ, ઉત્કૃષ્ટ શિક્ષણવિદ્ અને સંશોધન પર કે.આઈ.આઈ.ટીનું ધ્યાન વિવિધ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત એકમો દ્વારા ઉચ્ચ ગ્રેડમાં એની માન્યતામાં પરિલેખન થાય છે. તેને ભારત સરકાર દ્વારા એક ‘ઈન્સ્ટીટ્યૂશન ઓફ એમિનેન્સ’ સ્વરૂપે માન્યતા અપાઈ છે. આ એન.એ.એ.સી. દ્વારા ‘એ’ ગ્રેડમાં અને એન.બી.એ.દ્વારા એન્જિનિયરીંગ પ્રવાહ માટે ટીયર 1 (વોશિંગટન એકોર્ડ)માં માન્યતા પ્રાપ્ત છે. તેના બી.ટેક.પ્રોગ્રામ્સને પ્રતિષ્ટિત ઈન્સ્ટીટ્યૂશન ઓફ એન્જિનિયરીંગ એન્ડ ટેક્નોલોજી (આઈ.આઈ.ટી), યૂ.કે. દ્વારા માન્યતા મળી છે.

કે.આઈ.આઈ.ટી.ને ભારત સરકારની અટલ રેન્કિંગ ઓફ ઈન્સ્ટીટ્યૂશન્સ ઓન ઈનોવેશન અચીવમેન્ટ્સ (એ.આર.આઈ.આઈ.એ.)2020માં ભારતના સ્વનિર્ભર સંસ્થાઓમાં પ્રથમ સ્થાન અપાયું હતું. આ ટાઈમ્સ હાયર એજ્યુકેશન (ટી.એચ.ઈ.) દ્વારા ‘વર્કપ્લેસ ઓફ ધ ઈયર’ શ્રેણીમાં ‘એવોર્ડ એશિયા 2020’ના વિજેતા છે. અનેક પ્રશંસાઓ વચ્ચે તેને એ.આઈ.સી.ટી.ઈ. દ્વારા 13માં ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા- ડી.એલ.શાહ ક્વોલિટી સિલ્વર એવોર્ડ અને વિશ્વકર્મા એવોર્ડથી સન્માનિત કરાય છે. કે.આઈ.આઈ.ટી. પાસે એન.આઈ.આર.એફ., ટાઈમ્સ હાયર એજ્યુકેશન (ટી.એચ.ઈ.), ક્વાકરેલ્લી સાયમોન્ડ્સ (ક્યૂ.એસ.) અને અન્ય ઘણા રાષ્ટ્રીય અને વૈશ્વિક રેન્કિંગમાં પ્રભાવશાળી સ્થાન છે.

દેશમાં સ્પોર્ટ્સને એક યુનિવર્સિટી તરીકે આગળ વધારવા માટે કે.આઈ.આઈ.ટી.નું સૌથી મોટું યોગદાન છે. આ એક શૈક્ષણિક સંસ્થામાં સ્થિત સૌથી વિસ્તૃત અને વ્યાપક પાયો છે. કે.આઈ.આઈ.ટી.એ સેંકડો પ્રતિભાશાળી ખેલાડીઓને તૈયાર કર્યા છે, જેઓ વિવિધ આંતરરાષ્ટ્રીય સ્તર પર ઓલિમ્પિક, યુનિવર્સિટી રમતોત્સવ, રાષ્ટ્રમંડળ ખેલ અને એશિયન ગેમ્સમાં ભારત માટે ગૌરવ પ્રાપ્ત કરી ચૂક્યા છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

વર્લ્ડ હેરીટેજ વીક – ૨૦૨૪ કચ્છ નહિ દેખા,તો કુછ નહિ દેખા; કચ્છમાં આવેલું વિશ્વ વારસાનું સ્થળ – ધોળાવીરા

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ભારતીય પુરાતત્વીય સર્વેક્ષણ દ્વારા સમગ્ર ભારતમાં તા. ૧૯…

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ફક્ત બે દિવસમાં ૧૦ દર્દીઓની લીથોટ્રીપ્સીથી ઓપેરેશન વગર પથરીની સારવાર કરાઇ

અમદાવાદ, સંજીવ રાજપૂત: સિવિલ હોસ્પિટલમાં પેઇનલેસ પથરી ની સારવાર ઉપલબ્ધ થઈ છે…

1 of 672

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *