Breaking NewsLatest

મુખ્યમંત્રીના નેતૃત્વમાં ગુજરાતની દેશભરમાં અભિનવ પહેલ. ગુજરાત માટી બચાવો’’ એમ.ઓ.યુ કરનારૂં દેશનું પ્રથમ રાજ્ય બન્યુ

ગાંધીનગર: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને ઇશા ફાઉન્ડેશનના સંસ્થાપક આધ્યાત્મિક ગુરૂ સદગુરૂ જગ્ગી વાસુદેવની પ્રેરક ઉપસ્થિતીમાં રાજ્ય સરકારના કલાયમેટ ચેન્જ વિભાગ અને ઇશા આઉટરિચ વચ્ચે કલાયમેટ એક્શન-જમીન સંરક્ષણ અંતર્ગત ‘માટી બચાવો’ ‘સેવ સોઇલ’ માટેના MOU અમદાવાદમાં કરવામાં આવ્યા હતા
.
માટી બચાવો ના આ અભિયાન માટે વિશ્વવ્યાપી જાગૃતિ કેળવવા ઇશા ફાઉન્ડેશનના સ્થાપક જગ્ગી સદગુરૂ ૧૦૦ દિવસીય ૩૦ હજાર કિલોમીટરની બાઇક યાત્રા પર નીકળ્યા છે
.
*સમગ્ર યુરોપ, મધ્ય એશિયા અને મધ્ય પૂર્વ વિસ્તારોમાં તેમણે માટી બચાવવાના તાત્કાલિક નીતિગત ફેરફારો માટે સરકારોને સજાગ કરવાના ઉદેશ્ય સાથે આ યાત્રા આરંભી છે*
.
શ્રી સદગુરૂ જગ્ગી વાસુદેવ આ યાત્રા અંતર્ગત ગુજરાતમાં છે અને ‘માટી બચાવો’ અંગેના MOU થવા અવસરે ઉપસ્થિત રહ્યા હતા

સેવ સોઇલ’ માટી બચાવોની વૈશ્વિક ચળવળમાં આ MOU ની અભિનવ પહેલ દ્વારા સહયોગ આપનારૂં દેશનું પ્રથમ રાજ્ય ગુજરાત બન્યુ છે
.
વિશ્વમાં ઉપજાઉ માટીની ગુણવત્તા ચિંતાજનક સ્તરે નીચે જઇ રહિ છે તેની સામે જનજાગૃતિ કેળવવા આ માટી બચાવો અભિયાન ઇશા ફાઉન્ડેશને હાથ ધર્યુ છે


.
મનુષ્યના આરોગ્ય અને અન્ય જીવોના સ્વાસ્થ્ય માટે જમીનની માટીની ગુણવત્તાની મોટી અગત્યતા છે તે માટે પણ જમીનની ફળદ્રુપતા જાળવવાની સૌની સામુહિક જવાબદારી છે તે માટે આ અભિયાન જન-જનમાં ‘માટી બચાવવા માટેનું એક મોટું જન આંદોલન બની શકે તેમ છે. એટલું જ નહિ, પૃથ્વી પર જીવસૃષ્ટિનું અસ્તિત્વ ટકાવી રાખવામાં જમીન અને માટીની મહત્વપૂર્ણ ભૂમિકા છે. માટીમાં રહેલા અનેક સૂક્ષ્મ પોષક તત્વો કૃષિ પાકોની ગુણવત્તા માટે ખૂબ જરૂરી છે
.
આ સંદર્ભમાં ગુજરાતે ખેડૂતોના ખેતરની માટીના સ્વાસ્થ્ય અને ગુણવત્તા માટે ર૦૦૩-૦૪ થી ‘સોઇલ હેલ્થ કાર્ડ’ની દૂરંદેશી પહેલ વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના ગુજરાતના મુખ્યમંત્રી પદ કાળ દરમ્યાનથી કરેલી છે. માટીમાં રહેલા પોષક દ્રવ્યોની માપણી માટેની ૧૧પ જેટલી સોઇલ હેલ્થ લેબોરેટરી પણ કાર્યરત છે. પ્રધાનમંત્રીશ્રીના દિશાદર્શનમાં હવે આ સોઇલ હેલ્થકાર્ડની યોજના દેશભરમાં અમલી બનાવાઇ છે

દેશ અને દુનિયામાં રસાયણોના ઉપયોગ અને પ્રદુષણ તેમજ કલાયમેટ ચેન્જની અસરોના કારણે માટીની ફળદ્રુપતા ઘટતી જાય છે. કૃષિ પાકોમાં પણ તેના પરિણામે રસ-કસ ઘટી ગયા છે
.
એક અનુમાન મુજબ વિશ્વની ર૪ ટકા માટી રણમાં ફેરવાઇ ગઇ છે. સંયુકત રાષ્ટ્ર એ એવી ચેતવણી પણ આપી છે કે આ જ દરે માટી લુપ્ત થતી રહેશે તો ર૦પ૦ એટલે કે આવનારા ૩ દાયકા સુધીમાં ૯૦ ટકા પૃથ્વી રણમાં ફેરવાઇ જઇ શકે છે


.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આ વૈશ્વિક સમસ્યામાંથી દેશને બચાવવા અને માટીની ફળદ્રુપતા જાળવી રાખવા ‘‘બેક ટુ બેઝિક’’નો નવતર વિચાર આપ્યો છે

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારના કલાયમેટ ચેન્જ વિભાગે ઇશા ફાઉન્ડેશનના ઇશા આઉટરિચ સાથે કરેલા આ માટી બચાવો-‘‘સેવ સોઇલ’’ MOU વડાપ્રધાનશ્રીએ આપેલા બેક ટુ બેઝિક અને પ્રાકૃતિક ખેતીના વિચારને સાકાર કરવામાં દેશભરમાં ગુજરાતની આગવી પહેલ બન્યા છે
. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે આ  પ્રસંગે ક્હ્યું કે સદગુરુ એ  શરૂ કરેલા  આ અભિયાનમાં ગુજરાત અગ્રિમ રહી યોગદાન આપી શકવા શું  વધુ કરી શકે તે દિશામાં  પણ આવનારા  દિવસોમાં સક્રિયતા પૂર્વક આગળ વધીશું

રાજ્ય સરકારના ક્લાયમેટ ચેન્જ વિભાગ અને ઈશા આઉટરિચ વચ્ચે, ગુજરાતમાં માટી બચાવવા માટેના જુદા જુદા પહેલરૂપ પ્રયાસો  હાથ ધરવા માટે જાગૃતિ અને લોકભાગીદારી ઊભી કરવાના હેતુથી આ MOU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે
.
માટીને રણમાં ફેરવવાથી અટકાવવા, ક્ષાર પ્રવેશ નિયંત્રિત કરવા અને વૃક્ષારોપણ તથા ચેરનાં વૃક્ષોના આવરણ થકી હરિયાળું આવરણ-ગ્રીન કવર વધારવા જેવી બાબતોનો તેમાં સમાવેશ થાય છે
.
આ MOU સાઇનીંગ અવસરે સહકાર રાજ્ય મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા, મુખ્ય સચિવ શ્રી પંકજ કુમાર, ક્લાઇમેટ ચેન્જ વિભાગના અગ્ર સચિવ શ્રી એસ. જે. હૈદર, વરિષ્ઠ સચિવો અને ઇશા ફાઉન્ડેશનના સભ્યો, શ્રી સદગુરૂના અનુયાયીઓ ઉપસ્થિત રહ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

વર્લ્ડ હેરીટેજ વીક – ૨૦૨૪ કચ્છ નહિ દેખા,તો કુછ નહિ દેખા; કચ્છમાં આવેલું વિશ્વ વારસાનું સ્થળ – ધોળાવીરા

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ભારતીય પુરાતત્વીય સર્વેક્ષણ દ્વારા સમગ્ર ભારતમાં તા. ૧૯…

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ફક્ત બે દિવસમાં ૧૦ દર્દીઓની લીથોટ્રીપ્સીથી ઓપેરેશન વગર પથરીની સારવાર કરાઇ

અમદાવાદ, સંજીવ રાજપૂત: સિવિલ હોસ્પિટલમાં પેઇનલેસ પથરી ની સારવાર ઉપલબ્ધ થઈ છે…

1 of 672

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *