દર માસે થતી બ્લોક કક્ષાની મિટિંગમાં થી બારોબાર સી. આર. સી. ઓ જમવા જાય છે અંદરો અંદર જ કચવાટ.
કપિલ પટેલ દ્વારા અરવલ્લી
પ્રાથમિક શાળાઓમાં દરેક જૂથ કક્ષાએ સી.આર.સી.કો-ઓર્ડીનેટરોની શાળાઓમાં શિક્ષકોને શૈક્ષણિક માર્ગદર્શન આપવા માટે વ્યવસ્થા કરાયેલી છે આ સી.આર.સી કો-ઓર્ડીનેટર શ્રી ઓએ તેમને મળતા કાર્યક્રમ મુજબ જૂથ અંતર્ગત આવતી શાળાઓમા મુલાકાત લેવાની હોય છે અને શાળા શિક્ષકોની જરૂરી માર્ગદર્શન પૂરું પાડવાનું હોય છે આ સી.આર.સી.કો-ઓર્ડીનેટરોની દર માસે બ્લોક કક્ષાએ બી.આર.સી. કો. ઓર્ડીનેટરની ઉપસ્થિતિમાં બેઠકનું આયોજન પણ કરવામાં આવતું હોય છે. આ બેઠકમાં વિવિધ શૈક્ષણિક કાર્યક્રમો કરેલા કામની વિગતો અને આગામી કાર્યક્રમના આયોજન ની ચર્ચા વિચારણા કરી આયોજન કરાતું હોય છે.અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ૨૧ જેટલા સી.આર. સી. ઓ હાલ ફરજ બજાવે છે જેમાં દર માસે તેઓની બ્લોક કક્ષાએ એક બેઠક હોય છે.આ સી.આર.સી કો-ઓર્ડીનેટર શ્રી ઓએ છેલ્લા બે માસથી જાણે કે તેમને ભોજનનો ચસકો લાગ્યો હોય તેમ આ સી. આર. સી. ઓમાં ચાર ચાર સી.આર.સી.ઓના ગ્રુપ પાડી તેમના ખર્ચે દર માસે તમામ સી.આર.સી ઓ સારી હોટલમાં મનગમતું ભોજન મેળવી ઘેર રફુ ચક્કર થઈ જાય છે.સવાલ એ છે કે ચાલુ ફરજે મિટિંગમાં માત્ર હાજરી આપી બી.આર.સી. કો. ઓર્ડીનેટરની રાહબરી હેઠળ જ આ રીતે માત્ર મનગમતા ભોજન આરોગી મીટીંગ ના નામે ઘેર પહોંચી જતાં અનેક તરેહ તરેહની શિક્ષક આલમમાં ચર્ચા થવા લાગી છે. નવાઇ એ છે કે જેમણે શાળાઓની મુલાકાત લેવાની હોય તે જ જો આ રીતે ઘેર પહોંચી જઈ પોતાની ખોટી ટુર ડાયરી લખતા હોય તો તેઓ શું માર્ગદર્શન કરવાના ? શું તપાસ કરવાના ? જ્યાં વાડ જ ચીભડા ગળતી હોય ત્યાં ફરિયાદ કોને ? તેવો ઘાટ સર્જાયો છે.
*બ્લોક કક્ષાની મિટિંગમાં માત્ર હાજરી પુરાય છે.
ભાવતા ભોજન ના શોખીન મોડાસા તાલુકાના સી.આર.સી કો-ઓર્ડીનેટર શ્રી ઓ બેઠકમાં આવી હાજરી પુરાઈ જાય,થોડો સમય બેઠકમાં રહેવાનું અને ત્યારબાદ એક સામટા એક સાથે સારી હોટલમાં જઈ ભોજન કરી અને ત્યાંથી વિસર્જન થઇ જાય છે આ રીતે આ તાલુકાની માસીક બેઠક પૂર્ણ થાય છે.દર માસે આ સીલ સીલા ની શરૂઆત ગોઠવણ થતા આ અંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ તપાસ કરવાની જરૂર છે.
સ્વાદના શોખીનો સી. આર. સી.
દર માસે આ રીતે ભોજનની મિજબાનીમાં આવતા ખર્ચ ને લઇ સી. આર. સી. ઓ માં પણ અંદર અંદર ઘુઘવાટ પેદા થયો છે. પણ બિલ્લી ના ગળે ઘંટ કોણ બાંધે ના ન્યાયે કોઈ કોઈને કશું કહેતું નથી. અને જેમ લાંબા જોડે ટૂંકો જાય તો મરે નહિ તો માંદો થાય એ સ્થિતિ પણ નિર્માણ થઈ છે.એક સી.આર.સી. એ પોતાનું નામ જાહેર ન કરવાની શરતે જણાવ્યું છે કે અમને પસંદ જ નથી,પણ શું કરીએ.?ન જોડાઈએ તો અમારે જવાબ શુ આપવો ?
બેઠકની ઐસી કી તૈસી
કેટલાક સી.આર. સી.ઓ બહારનું જમવાના,મનગમતાં ભાવતાં ભોજન આરોગવાના એટલા તો શોખીન છે કે તેમની નથી પડી ફરજની.નથી પડી શાળા મુલાકાતની.આવા સી.આર.સી.કો.ઓર્ડીનેટરો માટે તો હવે કહેવાય છે કે ઘેર ખાય એ ઝેર ખાય,એવું હોઈ ચાલુ ફરજ દરમિયાન જ જમવા જવાના દર માસના કાર્યક્રમોની કાયમ માટે ગોઠવણ કરી દીધી છે. સમગ્ર બાબતે શિક્ષણમંત્રી ને પણ રજૂઆતો થાય તો નવાઈ નહિ હોય આમ આ મુદ્દો ટોક ઓફ ટાઉન બન્યો છે