Breaking NewsLatest

મ્યુકરમાઇકોસિસ માટેના Amphotericin B (Lyophillised) ઇન્જેકશનના વિતરણ માટે સિવિલ હોસ્પિટલ ખાતે વ્યવસ્થા હાથ ધરવામાં આવી..

ઇન્જેક્શનના વિતરણ બાબતે 6357365462 પરથી સંપૂણ માહિતી મેળવી શકાશે

જીએનએ અમદાવાદ;: પ્રવર્તમાન સ્થિતિમાં મ્યુકરમાઇકોસીસના કેસમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. જેની સારવારમાં Amphotericin B(Lyophillised) ઇન્જેકશન કારગર સાબિત થઇ રહ્યું છે. આ ઇન્જેકશન દર્દીઓને સરળતાથી મળી રહે તે માટે ગુજરાત સરકાર દ્વારા તમામ વ્યવસ્થા હાથ ધરવામાં આવી છે.

ગુજરાત સરકાર દ્વારા નક્કી થયેલ નીતિ પ્રમાણે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર લેતા મ્યુકરમાઇકોસિસના દર્દીઓને Amphotericin B(Lyophillised) ઇન્જેકશન સિવિલ હોસ્પિટલમાંથી પડતર કિંમતે મળી રહે તે માટેની તંત્ર દ્વારા વ્યવસ્થા હાથ ધરવામાં આવી છે.
બે દિવસથી શરૂ કરાયેલ સમગ્ર વ્યવસ્થામાં ગઇ કાલ તારીખ ૨૫ મી ના રોજ આવેલ ૨૨૫ અરજીઓમાંથી પૃથ્થકરણ કર્યા બાદ ૧૧૨ અરજીઓ ફાઇનલ કરવામાં આવી હતી. જેના આધારે ૩૬૪ ઇન્જેકશન વિતરણ કરવામાં આવ્યા હતા.

તારીખ ૨૬ મી મે ના રોજ શહેરની ૧૨ ખાનગી હોસ્પિટલમાંથી આવેલ અરજીઓનું પૃથ્થકરણ કર્યા બાદ ૧૧૨ અરજીઓ ફાયનલ કરવામાં આવી હતી. જેના આધારે ૩૬૪ ઇન્જેકશનનું વિતરણ કરવામાં આવ્યું હતુ.
આમ બે દિવસમાં ૪૬ ખાનગી હોસ્પિટલમા સારવાર મેળવી રહેલ ૨૩૪ દર્દીઓ માટે ૭૮૪ ઇન્જેકશન વિતરણ યુધ્ધના ધોરણે કરવામાં આવ્યા છે.

ઘણાં કિસ્સામાં ખાનગી હોસ્પિટલ અને સારવાર મેળવી રહેલ દર્દી બંને દ્વારા ઇન્જેકશન માટે અરજીઓ કરવામાં આવી હતી. જેમાંથી પૃથ્થકરણ કરીને ફાઇનલ કરેલ અરજીઓના લાભાર્થીઓને સંપર્ક કરી સિવિલ હોસ્પિટલમાંથી ઇન્જેકશનનો જરૂરી જથ્થો ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે સીવિલ હોસ્પિટલની ઓ.પી.ડી. બિલ્ડીંગમાં એમ્ફોટેરેસીન બી ઇન્જેકશન ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર કાર્યરત કરવામાં આવ્યું છે. સવારે ૯ થી ૧૨ ના સમયગાળા દરમિયાન ખાનગી હોસ્પિટલમાં સારવાર મેળવી રહેલ દર્દીના ડોક્યુમેન્ટસ સિવિલ હોસ્પિટલના ઓફિશિયલ ઇ-મેલ આઇ.ડી. [email protected] પર મોકલવાના રહે છે.
જેના આધારે તમામ ડોક્યુમેન્ટસનું પૃથ્થકરણ કરીને બપોરે ૩ થી ૫ ના સમયગાળા દરમિયાન ડિસ્ટ્રીબ્યુશન સેન્ટરની બારી નં. ૧૦ થી ૧૨ માં ઇન્જેકશનનું વિતરણ કરવામાં આવે છે. વધુ વિગતે માહિતી મેળવવા માટે સિવિલ હોસ્પિટલ દ્વારા 6357365462 નંબર કાર્યરત કરવામાં આવ્યો છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

રાજ્યકક્ષાના શિક્ષણમંત્રીના અધ્યક્ષસ્થાને વલસાડના ધરમપુર ખાતે જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી કરાઈ

વલસાડ, સંજીવ રાજપૂત: આદિવાસીઓના ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે…

ગુજરાત મીડિયા ક્લબ આયોજિત ‘ભારતકૂલ’ કાર્યક્રમનો અમદાવાદમાં પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી…

ગોધરા ખાતે કરુણા એમ્બ્યુલન્સ ૧૯૬૨ અને ૧૦ ગામ દીઠ ફરતા પશુ દવાખાનાની ત્રિમાસિક સમીક્ષા બેઠક યોજાઇ.

એબીએનએસ, ગોધરા:: જિલ્લા ક્લેક્ટર આશિષકુમારની અધ્યક્ષતામાં જિલ્લામાં કરુણા…

1 of 670

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *