કપિલ પટેલ દ્વારા અરવલ્લી
ડોકટર રસિકભાઈ પટેલ મૂળ માલપુર તાલુકાના રીછવાડ ગામના વતની અને વ્યવસાયે વતન બનાવી હાલમાં
મેઘરજ નો વતની હર્ષ પટેલ છેલ્લા 4 વર્ષ થી યુક્રેન મેડિકલ માં અભ્યાસ કરે છે રશિયા સાથે યુદ્ધ શરૂ થતાં જ વતન વાપસી નો આદેશ મળ્યો કે તરત જ હર્ષ ભારત પરત આવવા ની તૈયારી માં લાગ્યો આમ તો યુક્રેન ના વેસ્ટ વિભાગ માં રહેતો હતો એટલે યુદ્ધ ની ખાસ અસર વર્તાતી નહોતી પરંતુ પોલેન્ડ બોર્ડર આવતી વખતે ફક્ત 600 મીટર અંતર કાપતા 12 કલાક જેટલો સમય લાગ્યો અને એ સમય દરમિયાન પુષ્કળ ધક્કામુક્કી નો સામનો કરવો પડ્યો એ ભયાનક સમય ક્યારે વિસરાય એમ નથી એમ હર્ષ પટેલે જણાવ્યું જોકે ઇન્ડિયન એમ્બેસી દ્વારા ઓપરેશન ગંગા હેઠળ ખૂબ સરસ સગવડ મળી અને હેમ ખેમ ભારત પરત ફર્યો એ બદલ ભારતીય તંત્ર નો આભાર માન્યો હતો સાથે સાથે તેના માતા પિતા એ પણ ખુશી વ્યક્ત કરી સરકાર નો અને અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર નો પણ આભાર માન્યો હતો